Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

સુરત:કતારગામમાં દારૂના નશામાં કાર રિવર્સ લેતા ચાલકે ત્રણ મોટરસાયકલને ઉડાવી નુકશાન કરી રફુચક્કર: ભારે જહેમત બાદ પોલીસે પકડી જેલ હવાલે કર્યો

સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં સંતોષીકૃપા સોસાયટીમાં ગતરાત્રે દારૂના નશામાં કાર રિવર્સ લેતા ત્રણ મોટરસાયકલને ઉડાવી નુકશાન કરી ભાગતા હીરા વેપારીને સોસાયટીના નાકે બંદોબસ્તમાં તૈનાત પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં સંતોષીકૃપા સોસાયટી ઘર નં.217 માં રહેતા અને મેડિકલ એજન્સીમાં નોકરી કરતા 43 વર્ષીય પોપટભાઈ જીવરાજભાઈ કાકલોતર ગતરાત્રે બીજા માળે પોતાના ઘરની બારીમાં ઉભા હતા ત્યારે કાર ( નં. જીજે-05-સીએલ-9722 ) નો ચાલક સ્પીડમાં કાર તેમની સોસાયટીમાં લાવ્યો હતો અને શેરીમાંથી પરત જવા માટે સ્પીડમાં રિવર્સ લેતો હતો ત્યારે પોપટભાઈએ ઘરની નીચે પાર્ક કરેલી તેમની મોટરસાયકલ ( નં.જીજે-05-ઇએ-7271 ) ઉપરાંત તેમના બે ભત્રીજા વિવેક ગોરધનભાઈ કાકલોતર અને અતુલ પ્રવીણભાઈ કાકલોતરની મોટરસાયકલ ( નં.જીજે-05-એમઈ-7681 ) તેમજ ( નં. જીજે-05-સી-7575 ) ને અડફટે લીધી હતી. આથી પોપટભાઈ નીચે દોડી ગયા હતા.

(6:25 pm IST)