Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

સુરત: લોકડાઉનમાં ફેબ્રિકેશનનો ધંધો બંધ હોવાથી સરથાણાના દુકાનદારે પૈસાની તંગીથી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

સુરત:લોક ડાઉનમા ફેબ્રીકેશનનો ધંધો બંધ હોવાથી સરથાણાના દુકાનદારને પૈસાની તકલીફ પડતી હતી. જેથી તેણે ધંધામાં ફસાયેલા પૈસા નહીં મળતા માનસિક તાણ અનુભવતા યુવાને દુકાનમાં ગઈકાલે રાત્રે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું.

પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ, સરથાણા ખાતે વ્રજ ચોક પાકિસ્તાન ટીની કીર્તન સોસાયટીમાં રહેતા 42 વર્ષિય પ્રકાશભાઈ ધનજીભાઈ વેકરીયા ગઈકાલે રાત્રે સરથાણા રોડ સીમાડા નાકા પાસે ધર્મરાજ સોસાયટી માં ફેબ્રીકેશનની દુકાનમાં ગઈકાલે રાત્રે ઝેરી પાવડર પી ગયા હતા બાદમાં તેણે તેમના સંબંધીને ફોન કરીને કહ્યું કે હું જાઉં છું તમે બધાનો ધ્યાન રાખજો. આ સાંભળીને પરિવાર અને તેના સંબંધીઓ દુકાને દોડી આવ્યા હતા. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

(6:24 pm IST)