Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

અમદાવાદમાં લોકડાઉનમાં અનેક પ્રતિબંધો હટાવાતા અનેક બ્રિજ ખુલ્લા મુકાયાઃ લતાવાસીઓ દ્વારા પણ બેરીકેટ્‍સ હટાવી લેવાયા

અમદાવાદ: અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા હતા ત્યારે અમદાવાદના કોટ વિસ્તારને સંપૂર્ણ લોકડાઉનમા મુકવામા આવ્યું હતું. કોટ વિસ્તારમાંથી લોકો અવર જવર ન કરી શકે તેથી અમદાવાદના મુખ્ય બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા.

 જે બ્રિજ સોમવારથી ફરી શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આ તમામ બ્રિજ પર લોકોની અવર જવર સામન્ય દિવસો જેવી જ જોવા મળી રહી છે. જુના અમદાવાદ અને નવા અમદાવાદ જોડતો બ્રિજ એટલે એલિસબ્રિજ પર લોકો પોતાના નોકરી ધંધા માટે જતા નજરે પડ્યા સાથે દરેક વ્યક્તિએ માસ્ક પહેરી નજરે પડી રહ્યા છે.

શાહપુરથી ગાંધીબ્રિજ તરફ આવતો માર્ગ સવારે જ ખુલ્લો કરાયો હતો પરંતુ આદેશ ન મળતા ગાંધીબ્રિજનો બીજો છેડો એટલે કે આશ્રમ રોડ તરફનો ભાગ ખોલવામાં આવ્યો ન હતો. વહેલી સવારે શાહપુર તરફથી પ્રવેશતા લોકો RBI તરફના માર્ગ પર થઈને આશ્રમ રોડ પર આવતા હતા. આખરે પરેશાન થઈ રહેલા શહેરીજનોએ પોતે જ ઇન્કમટેક્સ તરફના ભાગના બેરીકેટ્સ હટાવી દીધા હતા, ત્યારે પોલીસ મુક દર્શક બની જોતી રહી હતી.

(5:26 pm IST)