Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

અમદાવાદના કઠવાડામાં સામાન્‍ય ઝઘડામાં યુવકની હત્‍યાઃ 2 શખ્‍સોની અટકાયત

અમદાવાદ: લોકડાઉન સમયમાં ગુના આચરવાનો સિલસિલો હજી પણ યથાવત છે. કઠવાડામાં સામાન્ય ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં એક યુવકની હત્યા થઈ છે, તો બીજા બંને પક્ષના લોકોને ઇજા પહોંચી છે. નિકોલ પોલીસે હત્યાનો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપી અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

કઠવાડામાં આવેલ ગોકુલ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગત રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. ગોકુલ ગેલેક્સીના એ-6 બ્લોકમાં રહેતા રણજીત પરીહાર અને સોનુ નામના યુવકો વચ્ચે સામાન્ય ઝધડો થયો હતો. જે બાદ ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ ધારણ થતા બે શખ્સો મારામારી થઈ હતી અને બે પક્ષના લોકો તલવાર વડે આમને સામને હુમલો કરવાનું શરૂ કર્યું હતું. જેમાં 27 વર્ષીય રણજીતસિંહ પરીહાર નામના યુવકને આરોપી સોનુ રાજપૂત, અનિલ રાજપૂત સહિત પાંચ લોકો ભેગા મળી માથા અને પેટના ભાગે તલવારના ધા ઝીકી લોહીલુહાણ કરી દીધો હતો. જેથી ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનામા ઈજાગ્રસ્ત ત્રણ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બે પક્ષ આમને સામને તલવાર વડે જીવલેણ હુમલો કરતા બંને પક્ષના લોકો ઇજા પહોંચી છે. નિકોલ પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં હત્યાના ગુનામાં અજિત રાજપૂત, સોનુ રાજપૂત, સુશીલ રાજપૂત, રવિ સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જ્યારે હત્યાના પ્રયાસના ગુનામાં મૃતક રણજીતસિંહ પરીહાર, અજિત કુશવાહ સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

કઠવાડા બે પક્ષ વચ્ચે ખેલાયેલ ખૂની ખેલમાં પોલીસે બે આરોપી ઝડપી લીધા છે. જેમાં પોલીસ તપાસમાં આરોપી પક્ષ સામાન્ય ઝઘડામાં હત્યા ઘટનાને અંજમ આપ્યો છે. હાલ પોલીસે આરોપી પકડી વધુ તપાસ શરૂ કરી છે.

(5:25 pm IST)