Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

કર્ણાટક અને આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી: ગુજરાતને મળશે બંગાળનો વાઈટ ટાઇગર

કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એનિમલ એક્સ્ચેન્જ હેઠળ એશિયાઇ સિંહને મોકલાશે

 

ગાંધીનગર: એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે  હવે ગુજરાતમાં પણ બંગાલનો વાઇટ ટાઇગર આવશે. અને ગુજરાતના એશિયાઇ સિંહ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એનિમલ એક્સ્ચેન્જ હેઠળ એશિયાઇ સિંહને મોકલાવામાં આવશે.

 

 
  
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મંજરી આપ્યા બાદ કર્ણાટક-આંધ્રપ્રદેશ બે રાજ્યો પણ ગુજરાતને વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ એક્સ્ચેન્જમાં આપશે. એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતને હિપોપોટેમસ પણ મળશે. જ્યારે રીંછ વ્હાઇટ બેંગાલ ટાઇગર સહિતના વિવિધ વન્યપ્રાણી મળશે.

(12:35 am IST)