Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

રાજ્યમાં એકાકી જીવન જીવતા વૃધ્ધોને ઘેર બેઠા સરકારી સારવારનો નીર્ધાર:પ્રોજેકટનો અમલ શરુ

ઓન લાઇન ૨૦ વયસ્કોનું રજિસ્ટ્રેશન: દર ૧૫ દિવસે આરોગ્ય તપાસ થશે

   ગાંધીનગર: રાજ્યમાં એકાકી જીવન જીવતાં વૃદ્ધોને ઘર બેઠા સમયસર તબીબી સારવાર આપવાનો નીર્ધાર બાદ રાજ્ય સરકારેવયસ્ક વ્યક્તિની તબીબી સારવાર અર્થે મુલાકાતપાયલોટ પ્રોજેકટનો ગાંધીનગર મનપા વિસ્તારમાં કાર્યાન્વિત કરવા નિર્ધાર કર્યો હતો. જેનો આજથી શુભારંભ થયો છે ગાંધીનગર મનપા  વિસ્તારમાં અત્યાર સુંધી ૨૦ થી વધુ વયસ્કોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

  ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટની યાદીમાં જણાવ્યા મુજબ એકાકી જીવન જીવતા વયસ્ક વૃદ્ધો માટેનાવયસ્ક વ્યક્તિની તબીબી સારવાર અર્થે મુલાકાતપાયલોટ પ્રોજેકટનો શુભારંભ કરવામાં આવ્યો છે આજ સુધીમાં ઓન લાઇન ૨૦ વયસ્કોનું રજિસ્ટ્રેશન થયું છે જેની  દર ૧૫ દિવસે આરોગ્ય તપાસ થશે

  જી.એમ..આર.એસ. જનરલ હોસ્પિટલ, ગાંધીનગર અને રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા પ્રોજેકટ હેઠળ આજે એક ડૉકટર, એક નર્સીંગ સ્ટાફ અને એક એટેન્ડન્ટની ટીમ દ્વારા રજિસ્ટર્ડ થયેલા વયસ્કોના ઘરે જઇને તેમના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. જેમાં વયસ્ક વ્યક્તિનું બી.પી., વજન, સુગર, કાર્ડિયોગ્રામ, ટેમ્પ્રેચર શરીરમાં ઓક્સિજનની માત્રા વગેરેની તપાસ કરવામાં આવી હતી.

  પ્રોજેકટ અંતર્ગત દર ૧૫ દિવસે વયસ્કોના ઘરે જઇને તેમના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવશે

   સિવિલ હોસ્પિટલ, ગાંધીનગરના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. બીપીન નાયક અને આર.એમ.. ડૉ. આર.એમ.ચૌહાણ દ્વારા પાયલોટ પ્રોજેકટનો શુભારંભ કરાયો હતો. તેમના માર્ગદર્શન હેઠળ આજે સીનિયર મેડીકલ ઓફિસર ડૉ. પરેશ ગજ્જર અને તેમની ટીમ દ્વારા રજિસ્ટર્ડ થયેલા વયસ્કોના ઘરે જઇને તેઓની તપાસ કરાઇ હતી.

(10:12 pm IST)