Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

માંડવીના અમલસાડીમાં પાણીની પાઇપલાઈનમાં ભંગાણ :20 ફૂટ ઉંચા ઉડ્યા ફુવારા: જુઓ વિડિઓ

હજારો લીટર પાણીનો વેડફાટ : આજુબાજુનાં ખેતરોમાં પણ ચારેબાજુ પાણી ભરાઇ ગયાં

સુરતઃ જિલ્લાનાં માંડવી તાલુકાનાં અમલસાડી ગામમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું સરકારની ડી.. યોજનાની પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ પડતા  20 ફુટ જેટલાં પાણીનાં ઉંચા ફુવારાં ઉડ્યાં હતાં.અને અંદાજે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે અને આજુબાજુનાં ખેતરોમાં પણ ચારેબાજુ પાણી ભરાઇ ગયાં હતાં જેનાં કારણે પાકને ઘણું બધું નુકસાન થયું છે

  એક તરફ રાજ્યમાં પા ણીની સમસ્યા થઈ રહી છે તો બીજી તરફ પાઈપલાઈનમાં ભંગાણ થતાં ત્યાનાં સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે. મહત્વનું છે કે પહેલાં પણ અમરેલીનાં સાવરકુંડલામાં નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું.

  વંડા-પિયાવા વચ્ચે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ થતાં 20 ફૂટ ઊંચા પાણીનાં ફુવારા ઉડ્યાં હતાં. પાઇપલાઇન તુટવાંથી હજારો લીટર પાણી વેડફાયું હતું જેને લઈને પાણી પુરવઠા તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. તેવી ફરી વાર એક ઘટના સામે આવી છે. જેમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે.

  ઉપરાંત બીજી બાજુ સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રામાં પણ પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું હોવાંની એક ઘટના સામે આવી છે. પાઈપલાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વેડફાયું છે. પાઈપલાઈન તૂટતાં પાણી ચારેબાજુ રોડ પર ફરી વળ્યાં હતાં.

   એક તરફ રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે હજારો લીટર પાણી વેડફાતાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે એવાં પ્રશ્નો પણ ઊભાં થાય છે કે તંત્ર શું ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે.

(10:07 pm IST)