Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

૪ વર્ષના શાસનમાં ભાજપ સરકારે રાષ્‍ટ્રની અર્થવ્‍યવસ્‍થાને સશક્ત કરવાનો પ્રયત્ન કર્યોઃ સ્‍મૃતિ ઇરાની સુરતની મુલાકાતે

સુરતઃ કેન્દ્રની ભાજપ સરકારના 4 વર્ષ પુર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ સ્થળોએ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે આવ્યા છે. જેમણે ભાજપ સરકારની 4 વર્ષની યોજનાઓ અને સરકારે કરેલા વિકાસ અંગે માહિતી આપી હતી. સાથે તેમણે જણાવ્યું હતું કે, 4 વર્ષના શાસનમાં ભાજપ સરકારે રાષ્ટ્રની અર્થ વ્યવસ્થાને સશક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે.

કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત ખાતે એસવીએનઆઈટીના ગેસ્ટ હાઉસ ખાતે બદલાતા ભારતની તસ્વીરબેનર હેઠળ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં પત્રકારોને સંબોધતા પ્રધાનમંત્રી સુક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાધનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, ફસલ વીમા યોજના વગેરે ભાજપ સરકારની વિકાસ યોજનાઓની માહિતી આપી હતી. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે વિવિધ મંત્રાલયના માધ્યમથી સાચા વિકાસના દ્રષ્ટીકોણથી રાષ્ટ્રની અર્થ વ્યવસ્થા સશક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.

(6:31 pm IST)