Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સુરતના ૩પ યુવકો રશિયા સાથે સંબંધો વધુ વિકસાવવા માટે ૨૩૦૦ કિલોમીટરની બાઇક રાઇડ કરશે

સુરતઃ પોર્ટુગીઝ યાત્રી વાસ્કો ડી ગામાથી પણ ૨૭ વર્ષ પહેલાં વર્ષ ૧૪૬૯માં ભારત પહોંચેલા રશિયન યાત્રી ફાંસી નિકેતનના પેતૃક ગામ પહોંચીને સુરતના બાઇકર્સ ભારત રશિયાના સંબંધોને વધુ મજબૂત બનાવશે. રશિયાના સૂચના કેન્દ્ર તરફથી બીજીવાર આયોજિત ઇન્ડો રશિયા ફ્રેન્ડશીપ ટુર માટે સુરતથી સુરત સુપર બાઇકર્સ કલબના ૩૫ સભ્યો શુક્રવારની રાતે મુંબઇથી મોસ્કો માટે રવાના થશે. આ ટુર પર જવાવાળું આ ભારતનું પહેલું બાઇકર્સ ગૃપ છે.

સુરત સુપર બાઇકર કલબ ભારતના રશિયન માહિતી કેન્દ્રની સહાય સાથે ૫૫૦થી વધુ વર્ષ ભારત-રશિયન સંબંધોની પૂર્વસંધ્યા ઉજવણી માટે રશિયાની બીજા રાઇડમાં જાય છે. મૈત્રી ટુરમાં શામેલ સભ્યો ૨ જૂને મોસ્કો પહોંચી ૧૨ દિવસની યાત્રા શરૂ કરશે. યાત્રાનો પહેલો પડાવ મોસ્કોથી ૩૫૦ કિલોમીટર દૂર અફાંસી નિકેતનના પેતૃક ગામ ડેબોવનોજમાં થશે. યાત્રામાં સામેલ બધા જ સદસ્યો રશિયાના સાત મોટા શહેરોમાં ૨૩૦૦ કિલોમીટરનું અંતર બીએમડબલ્યુ મોટરસાયકલ પર પૂરી કરશે. આ દરમિયાન ઘણી જગ્યાઓ પર રાજકીય કાર્યક્રમોનું પણ આયોજન થશે.

(6:30 pm IST)