Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ઈસરો નજીક ડમ્પરની ટક્કરે એક્ટિવામાં માતાની સામે પુત્રએ દમ તોડ્યો

અમદાવાદ: ઈસરો સામે ડમ્પરની ટક્કરે એકટિવા 100 મીટર ઢસડાતા માતા-પાછલા વ્હીલમાં ફસાયા હતા. અકસ્માત કરીને ભાગી છૂટેલા ડ્રાઈવરને લોકોએ પકડી પાડયો હતો અને ડમ્પર રિવર્સ લેવડાવી બંન્ને માતા-પુત્રને બહાર કાઢયા હતા. જો કે, પુત્રનુ શેલ્બી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ હતુ. જયારે માતાની સ્થિતિ ગંભીર બની હતી. સેટેલાઈટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

રામદેવનગરથી ભાવનિર્ઝર તરફ જતા રસ્તા પર એક્ટિવા પર 19 વર્ષીય અમિત ગુપ્તા તેની માતાને લઈને કામ અર્થે જતા હતા. દરમિયાનમાં અચાનક ડમ્પર ચાલકે સત્યાગ્રહ છાવણી તરફના ઢાળ પર ઓચિંતો ટર્ન લેતા એકટિવા પાછલા વ્હીલમાં આવી ગયુ હતુ. ઘટનાને નજરે જોનારા સચિને કહ્યું કે, ફુલસ્પીડે આવતા ડમ્પરે અચાનક ટર્ન લેતા તેના પાછલા વ્હીલમાં એકટિવા આવી જતા યુવકના ખભા પર અને મહિલાના પગ પર વ્હીલ ફરી વળ્યુ હતુ.

(6:05 pm IST)