Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

કલોલમાં પરિણીત યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરતા અરેરાટી

કલોલ:માં એક ગામમાં રહેતી અને મોસાળ પડુસ્મામાં અભ્યાસ કરતી યુવતિને લગ્નની લાલચ આપી રીક્ષાચાલકે અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારી યુવતિને તરછોડી દીધી હતી.

કલોલના એક ગામમાં રહેતી યુવતિ પડુસ્મા ખાતે અભ્યાસ કરી હતી. યુવતિની બહેનપણીના મામા શૈલેષસિંહ દલપતસિંહ દરબાર રીક્ષા ચલાવતો હોઈ બંનેને સ્કુલ મુકી આવતો હતો. જેથી યુવતિનો રીક્ષાચાલક સાથે પરિચય થયો હતો. રીક્ષાચાલક શૈલેષસિંહ પરીણીત હોવા છતાં પણ યુવતિ સાથે પ્રેમનો પ્રસ્તાવ મુકયો હતો અને પોતાની પત્નિને છુટાછેડા આપી યુવતિ સાથે લગ્ન કરવાની વાત કહેતો હતો.

ત્યારે અંદાજે ચાર માસ અગાઉ બપોરના સમયે યુવતિ ઘરમાં એકલી હતી તે વખતે શૈલેષસિંહ આવ્યો હતો અને યુવતિને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બસમાં બેસાડી રાધનપુર પોતાના ઓળખીતાને ત્યાં લઈ ગયો હતો. ત્યાં દસેક દિવસ સુધી યુવતિની મરજી વિરૃધ્ધ શૈલેષસિંહે બળાત્કાર ગુજાર્યો હતો અને કહયું હતું કે આપણે કોઈને કહયા વગર આવ્યા છીએ તેમ કહી યુવતિને તેના માતા-પિતાના ઘરે મુકી આવ્યો હતો.

(6:04 pm IST)