Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

શિનોર તાલુકામાં કોન્ટ્રાક્ટર પાસેથી 50 હજારની લાંચ લેનાર ઇજનેરની ધરપકડ

વડોદરા:શિનોર તાલુકાના ગામોમાં એલઇડી લાઇટ નાંખવા સહિતના વિવિધ કામો કરનાર કોન્ટ્રાક્ટર પાસેથી એક લાખ રૃપિયાની લાંચ પૈકી રૃા.૫૦ હજારની લાંચ લેતા શિનોર તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર નૈનેશ શાહ વડોદરાના વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસેથી રંગે હાથ ઝડપાઇ ગયા હતાં. લાંચ રુશ્વત વિરોધી શાખાના જણાવ્યા મુજબ શિનોર તાલુકામાં આવેલી વિવિધ ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો કોન્ટ્રાક્ટરે કર્યા હતાં. આ કોન્ટ્રાક્ટર લેબર ઉપરાંત મટીરીયલ સપ્લાયનું પણ કામ કરતો હતો અને તેણે એલઇડીનું પણ કામ કર્યુ હતું. દરમિયાન ગ્રામ પંચાયતોમાં કરેલા ચાર કામોના વેલ્યુએશન તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવા માટે શિનોર તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર નૈનેશ રમેશચંન્દ્ર શાહને મળ્યા હતાં. આ બંને કામો માટે અમઇ નૈનેશ શાહે એક લાખ રૃપિયાની માંગણી કરી હતી અને આ રકમ પૈકી અડધી એટલેકે રૃા.૫૦ હજાર એક મહિના પહેલા કોન્ટ્રાક્ટરે અમઇ નૈનેશ શાહને ચુકવી દીધા હતાં.
 

(6:04 pm IST)