Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

કરજણ તાલુકાના કંથારિયામાં મૃતક પુત્રની ફરિયાદ ન નોંધતા માતાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

કરજણ: તાલુકાના કંથાયીરા ગામે સાત માસ પૂર્વે એક યુવાને કરેલી આત્મહત્યા સંબંધમાં પોલીસે ફરિયાદ નોંધવા ત્રાસેલી ફરિયાદ ગલ્લા તલ્લા કરતી ફરિયાદ હાઈકોર્ટના દ્વારા ખખડાવવા પડયા હતા. હાઈકોર્ટે ફરિયાદ નોંધવા આદેશ કર્યો પછી પણ પોલીસ તેને પણ ધોઈ પી જતાં મૃતક યુવાનની વૃધ્ધ માતાએ જાહેરમાં આત્મ વિલોપન માટે રાજયપાલ પાસે પૂર્વ મંજુરીની માંગણી કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. કરજણના અંતરિયાળ વિસ્તારમાં કંથારીયા ગામ આવેલું છે. ગામના રસીકભાઈ મહજીભાઈ પટેલનો એકનો એક યુવાન જોધપુત્ર પિનાકીન ઉર્ફે પીન્ટુ રસીકભાઈ પટેલે (ઉ.વ.૪૩) તા.૫-૧૦-૨૦૧૭ના રોજ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે બાબતે મોબાઈલની કોલ ડીટેઈલ, સુસાઈટ નોટ સહિતના કેટલાક અગત્યના આધાર પુરાવા હોવા છતાં કરજણ પોલીસ છેલ્લા સાત માસથી ફરિયાદણને ધક્કા ખવડાવી રહી છે. છેવટે ન્યાય મેલવવા અને ફરિયાદ દાખલ કરાવવા હાઈકોર્ટના આંગણે રજુઆત કરાતા કોર્ટે તા.૨૯-૧-૧૮ના રોજ આદેશ કર્યો જેની નકલો લાગતા વળગતા સક્ષમ સત્તાધિકારીઓ સમક્ષ રજુ કરી હોવા છતાં આદેશનો અમલ હજી સુધી થયો નથી.
 

(6:04 pm IST)