Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

વડોદરાના દિવાળીપુરામાં બનેલ હાઈ કોર્ટમાં ફરજ બજાવતા યુવાન કર્મચારીનું હાર્ટએટેકથી મોત

વડોદરા:શહેરના દિવાળીપુરા વિસ્તારમાં નવી બનેલી કોર્ટમાં ફરજ બજાવતા યુવાન કર્મચારી આજે બપોરે જમ્યા બાદ સ્ટાફરૃમમાં જતા જ તેને હાર્ટએટેક આવ્યો હતો. આ બનાવની જાણ થતાં કોર્ટસ્ટાફમાં દોડધામ મચી હતી અને સ્ટાફે તેને તુરંત ગોત્રી જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો જયાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલા સોમાકુંભારની ચાલીમાં પત્ની અને એક પુત્ર સહિતના પરિવાર સાથે રહેતા ૩૬ વર્ષીય કિશોરભાઈ રમેશભાઈ પટણીની ૨૦૧૫ની સાલમાં કોર્ટ સ્ટાફની યોજાયેલી ભરતીમાં આસીસ્ટન્ટ તરીકે નિમણુંક થઈ હતી. નિમણુંક બાદ તે વેઈટીંગમાં હતા અને ૧૯ માસ અગાઉ તે વડોદરાની કોર્ટમાં ફાઈલીંગ સેક્શનમાં નોકરીએ લાગ્યા હતા. હાલમાં તે દિવાળીપુરા ખાતે નવી બનેલી કોર્ટમાં ત્રીજા એડીશ્નલ સિવિલ જજ એ જી ઓઝાની કોર્ટમાં ફરજ બજાવતા હતા અનેે અમદાવાદથી રોજ અપડાઉન કરતા હતા.
 

(6:03 pm IST)