Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

મહેમદાવાદના જીભઇપુરા નજીક અગાઉના ઝઘડાની રીસ રાખી બે પાડોશી બાખડયા: એકજ કુટુંબના ચાર સભ્યોએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો

મહેમદાવાદ:ના જીભઈપુરા ગામે અગાઉના ઝઘડાની રીસ રાખી બે પડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા એક જ કુટુંબના ચાર સભ્યો ભેગા મળી પડોશમાં રહેતા પિતા-પુત્ર સહિત તેમના પરિવારજનો ઉપર લોખંડની નરાશ વડે હુમલો કર્યો હતો. આ ઝઘડામાં પિતાને લોખંડની નરાશ વાગી જતાં તેઓનું મોત નિપજ્યું હતું. જ્યારે પુત્ર સહિત ત્રણ મહિલાઓ ઘવાઈ હતી.આ અંગે મહેમદાવાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથઘરી છે. તાલુકાના જીભઈપુરા ગામે બળીયાદેવ મંદિર પાસે મગનભાઈ મંગળભાઈ ચૌહાણ (ઉં.વ.૫૨) રહેતા હતા. નજીકમાં રહેતો પ્રકાશ રામા પઢીયાર અવાર નવાર મગનભાઈની પુત્રવધુઓ ઉપર ખરાબ નજરથી જોતો હતો. આથી આ બાબતે મગનભાઈએ અગાઉ પ્રકાશને આ અંગે ઠપકો આપ્યો હતો. જે બાબતે પ્રકાશ અને તેના પરિવારજનોએ ઝઘડો કર્યો હતો. આ ઝઘડાની રીસ રાખી પ્રકાશે ગત્ રોજ સમી સાંજે મગનભાઈના ઘર પાસે આવી ગાળો બોલવા લાગ્યો હતો. આ બાદ પ્રકાશ અને તેના દિકરા કિરણ ઉર્ફે અલ્વોએ મગનભાઈના ઘરમાં પ્રવેશ કરી ઘરમાં સૂઈ રહેલા મગનભાઈના દિકરા મહેશને બહાર ઢસેડી લઈ આવી લોખંડની નરાશ વડે હુમલો કર્યો હતો.
 

(6:03 pm IST)