Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બનાવટી પાસપોર્ટના આધારે વડોદરાના એરપોર્ટ પરથી નાઈજીરિયા જતી મહિલાની અટકાયત

અમદાવાદ: બનાવટી પાસપોર્ટને આધારે સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પરથી નાઈજીરીયા જવાની તૈયારી કરી રહેલી મહિલાની સરદારનગર પોલીસે ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ નાઈજીરીયાની રહેવાસી ઓબે ડિલેન્સી નામની મહિલાને ભારતમાં રહેતા જ્હોની નામના એજન્ટે નોકરીની ઓફર કરી હતી. આથી ઓબે ડિલેન્સીએ એજન્ટની મદદથી ફેન્ટાહ જોન્સન નામ ધારણ કરીને પાસપોર્ટ મેળવ્યો હતો અને તેની પર પોતાનો ફોટો લગાવ્યો હતો.આ પાસપોર્ટ ગુયેના (રિપબ્લિક ડે ગુયુની) થી ઈશ્યુ થયેલો હતો. બાદમાં તે નાઈજીરીયાથી અબુધાબી થઈને ઈતિહાદ ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. બાદમાં ૩૦ મે ૨૦૧૮ નાં રોજ તે સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પરથી નાઈજીરીયા જવાની તૈયારી કરી રહી હતી ત્યારે ઈમીગ્રેશનના અધિકારીઓનાં હાથે ઝડપાઈ ગઈ હતી. સરદારનગર પોલીસે ઓબે ડિલેન્સીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(6:02 pm IST)
  • પુણેમાં શરદ પવાર અને નીતિન ગડકરીની ગુપ્ત મીટિંગથી રાજકારણમાં ગરમાવો :પુણેની ફાઈવ સ્ટાર હોટલમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ પત્રકારોને સંબોધિત કરી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ વર્ણવ્યા બાદ બંને દિગ્ગ્જ નેતાઓની હોટલમાં મુલાકાત થઇ :બંનેની પાર્ટીના કોઈપણ નેતાને આ વાતની જાણકારી નથી access_time 1:25 am IST

  • અમેરિકાની ચેતવણી છતાં રશિયા પાસેથી હથિયારો ખરીદશે ભારત ;રક્ષા મંત્રલાય રશિયા પાસેથી 40,000 કરોડમાં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-400ની પાંચ યુનિટ ખરીદવાનો પ્રસ્તાવ સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી સમક્ષ મુકશે access_time 1:18 am IST

  • વનડે રેકિંગમાં નેપાળ,નેધરલેન્ડ,સ્કોટલેન્ડ અને યુએઈનો આઇસીસીએ કર્યો સમાવેશ :જોકે આ ટીમોના રેકિંગમાં સામેલ થવાથી ટોચની 12 ટીમોના રેકિંગમાં કોઈ ફેરફાર થયો નથી :નેધરલેન્ડની ગયા વર્ષે જયારે અન્ય ત્રણ ટીમોને આ વર્ષે વનડે રમવાનો દરજ્જો મળ્યો છે access_time 1:06 am IST