Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

કેનેડા જવા માંગતા યુવકને સસ્તામાં ટિકિટની લાલચ આપી 66 હજાર ખંખેરનાર શખ્સો પૈકી એક પોલીસના સકંજામાં

અમદાવાદ: કેનેડા જવા માંગતા એક યુવકને સસ્તામાં એર ટિકીટની લાલચ આપીને તેની પાસેથી રૃ. ૬૬,૭૬૫ ખંખેરી લેનારા શખ્સો પૈકી એક શખ્સની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. તપાસમાં આરોપીઓએ ૧૭ એરટ્રાવ્લેસ કંપનીઓ રજીસ્ટર્ડ કરાવીને અંદાજે ૧૫ લાખની છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ બનાવની વિગત મુજબ ઈલેક્ટિરીકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કરતા યુવરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલાને કોલેજ તરફથી કોનેડા, ટોરન્ટો ખાતે કોન્ફર્નસમાં હાજર રહેવા પસંદ કરાયો હતો. વિવિધ એજન્સીઓમાં તપાસ કરી યુવરાજસિંહને સુલેખા ડોટ કોમ વેબસાઈટ પર તપાસ કરીને રિક્વાયરમેન્ટ મુકી હતી. જેમાં વિવિધ ટ્રાવેલ્સ એજન્ટોના ફેન આવ્યા હતા. જેમાં સુનિલ ટ્રાવેલ્સ એજન્સીનો ભાવ સૌથી સસ્તો લાગતા તેનો સંપક ર્કર્યો હતો. જેમાં યુવરાજસિંહને શરૃઆતમાં ૧૫,૦૦૦ ભરવા જણાવતા તેણે આ રકમ ભરી હતી. બાદમાં બાકીની રકમ પણ જમા કરાવી હતી. ટ્રાવેલ્સ એજન્ટે ટિકીટનો સ્કિન શોટ મોકલીને વિશ્વાસમાં લીધો હતો. બાદમાં યુવરાજસિંહે તપાસ કરતા આરોપીઓએ આઈટીનરી કન્ફર્મ કરેલ પણ એરલાઈનને નાણા આપી ટિકીટ બુક કરાવી ન હોવાનું જણાયું હતું. આથી તેણે સાયબર ક્રાઈમમાં રૃ. ૬૬,૭૬૫ ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

(6:02 pm IST)