Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ભિલોડા તાલુકાના કમઠારીયામાં સારવાર ન મળતા પ્રસૂતાનું મોત નિપજતા તબીબ અને કમ્પાઉન્ડર વિરુદ્ધ ફરિયાદ

ભિલોડા: તાલુકાના કમઠારીયા ગામની પ્રસુતાને પીડા ઉપડતાં જરૃરી સારવાર અર્થે ભિલોડાની મમતા હોસ્પીટલમાં દાખલ કરાઈ હતી.પરંતુ આ હોસ્પીટલના ગાયનેક તબીબ દ્વારા સમસયર સારવાર નહી પુરી પડાતાં આ પ્રસુતાનું હોસ્પીટલમાં જ મોત નીપજતાં ભારે હોબાળો મચ્યો હતો.પરિવારજનો દ્વારા હોસ્પીટલના તબીબ અને કમ્પાઉન્ડર વિરૃધ્ધ ફરીયાદ કરાતાં ભિલોડા પોલીસે બંને આરોપીઓ વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તાલુકા કમઠારીયા ગામની પ્રસુતા મુન્નાબેન આઠ માસનો સમય થયો હતો.આ મહિલાને એકાએક પ્રસવની પીડા ઉપડતાં જ તાબડતોડ ભિલોડા ખાતેની મમતા હોસ્પીટલમાં બુધવારની સાંજે ૫ કલાકે દાખલ કરાયા હતા.પીડાથી પીડાઈ રહેલ આ મહિલા દર્દીને સત્વરે સારવાર પુરી પડાય તેવી પરીવારજનો દ્વારા હોસ્પીટલના કમ્પાઉન્ડરને જાણ કરાઈ હતી.પરંતુ કમ્પાઉન્ડર હોસ્પીટલના ગાયનેક ર્ડા.અપેક્ષા પટેલ ને યોગ્ય સમયે જાણ નહી કરાતાં અને પોતાની હોસ્પીટલમાં એડમીટ કરાયેલ દર્દીને જરૃરી સારવાર પુરી પાડવામાં મહિલા તબીબ દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવતાં આ મહિલાનું મોત નીપજયું હતું.
કમઠારીયા ગામના કિસનભાઈ નવજીભાઈ બુવળે  આ ગંભીર અને ચકચારી બનાવ અંગે ભિલોડા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.ફરીયાદ બાદ ભિલોડા પોલીસે મમતા હોસ્પીટલ,ભિલોડાના તબીબ ર્ડા.અપેક્ષા પટેલ અને હોસ્પીટલમાં ફરજ પરના કમ્પાઉન્ડર વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં જ પંથકમાં આ ઘટનાએ ચકચાર મચાવી હતી.

(6:01 pm IST)