Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બાયડ તાલુકાના નરસેડાકંપામાં આવે ફાર્મહાઉસમાં ઘુસેલ તસ્કરોએ બે બાળકોને બંદીવાન બનાવી 9.98 લાખની લૂંટ ચલાવી

બાયડ: તાલુકાના નરસેડાકંપામાં આવેલા ફાર્મ હાઉસમાં બાઈક લઈ ઘૂસી આવેલા લૂંટારાએ ઘરમાં રહેલા બે બાળકોને બંદીવાન બનાવી રૃ.૭.૮૫ લાખની કિંમતના દાગીના સહિત રૃપિયા બે લાખ રોકડા મળી ૯.૮૮ લાખની લૂંટની ઘટનાએ ચકચાર મચાવી હતી.લૂંટારાએ રૃપિયા ત્રણ હજારની કિમંતનો મોબાઈલ પણ ચોરી લેતાં ધોળે દહાડે આચરાયેલી લૂંટમાં કોઈ જાણભદુ સંડોવાયો હોવાની શંકા-કુશંકાઓ સાથે સઘન તપાસ હાથ ધરાઈ છે.આ લૂંટારાને ઝડપી લેવા એસઓજી,એલસીબી સહિતની ટીમો કામે લગાડાઈ હોવાનું જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.
ગાબટ ગામના ઠાકોર(દરબાર) અને હાલના સરપંચ કૃષ્ણરાજસિંહજી ઝાલા અને તેમનો પરિવાર નરસેડાકંપા(ગોતાપુર) ખાતે આવેલ ફાર્મ હાઉસમાં નિવાસ કરે છે.આ રાજવી પરિવારના સભ્યો સામાજિક પ્રસંગ અર્થે પાલનપુર(બનાસકાંઠા) ગયા હતા.ત્યારે તેમનો ૧૧ વર્ષનો પુત્ર રાજવીરસિંહ ઘરે એકલો હતો.ગત બુધવારની સવારે એક અજાણ્યો બાઈક ચાલક આ ફાર્મ હાઉસે આવી પહોંચ્યો હતોેઅને પીવાનું પાણી માંગ્યું હતું.
સરપંચનો પુત્ર અને તેમના ભાગીયાનો પુત્ર જેવા પાણી લેવા રસોડામાં ગયા કે તુરંત આ લૂંટારાએ રસોડાનો દરવાજો બંધ કરી ઘરની તીજોરીમાં રખાયેલ રૃ.૭.૮૫ લાખના સોના-ચાંદીના દાગીના સહિત અને રૃ. બે લાખની રોકડ સહિત એક મોબાઈલ લૂંટી આ લૂંટારૃ ફરાર થઈ જતાં ધોળે દહાડે આચરાયેલી આ લૂંટે ભારે ખળભળાટ મચાવ્યો હતો.આ લૂંટની ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા કે.એન.ડામોર અને ડીવાયએસપી સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો.અનેલૂંટ પ્રકરણે સઘન તપાસ હાથ ધરાઈ હતી.

(6:01 pm IST)