Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ધો.૧૨ની સંસ્કૃતની ચોપડીમાં છબરડાઃ સીતાનું અપહરણ રામે કર્યું હતું

રામાયણને ખોટું પાડે પાઠયપુસ્તક! અજાણ બન્યા પછી સ્વીકારી ભૂલ

અમદાવાદ, તા.૧:  સીતાનું અપહરણ કોણે કર્યું હતું?, આ પ્રશ્નનો જવાબ નાના-નાના બાળકો પણ જાણતાં હોય છે. પરંતુ ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ની સંસ્કૃતની ચોપડીમાં જે છાપવામાં આવ્યું છે તે 'રામાયણ'ને પણ ખોટું ઠેરવે છે. ધોરણ ૧૨ની સંસ્કૃતની ચોપડીમાં છપાયું છે કે રાવણ નહીં શ્રીરામે સીતા માતાનું અપહરણ કર્યું હતું!

introduction to sanskrit Literature પાના નંબર ૧૦૬ના એક ફકરામાં લખાયું છે કે, 'કવિએ રામના પાત્રનું સુંદર આલેખન કર્યું છે. 'રામે'કરેલા સીતાના અપહરણની હૃદયસ્પર્શી રજૂઆત લક્ષ્મણે રામને કરી છે. આટલું જ નહીં આ પુસ્તકમાં આ પ્રકારની અસંખ્ય ભૂલો કરાઈ છે. માત્ર અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ જ આ પ્રકારની ભૂલોના શિકાર થયા છે, કારણકે ગુજરાતી માધ્યમના પુસ્તકમાં કાલિદાસે લખેલી 'રઘુવંશમ'નો આ ફકરો સાચો છપાયો છે.

સંસ્કૃતના રિટાયર્ડ પ્રોફેસર વસંત ભટ્ટે કહ્યું કે, ''સૌ કોઈ જાણે છે કે સીતાનું અપહરણ રાવણે કર્યું હતું. અને 'રદ્યુવંશમ'માં પણ એ જ લખાયું છે.'' ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના કાર્યવાહક પ્રમુખ ડો. નીતિન પેથાણીએ પહેલાં તો આ છબરડા અંગે જાણ ન હોવાની વાત કરી પરંતુ બાદમાં ભૂલ સ્વીકારી. પેથાણીએ કહ્યું કે, ''ભાષાંતર દરમિયાન રાવણના બદલે રામ થઈ ગયું છે. પરંતુ ગુજરાતી માધ્યમના પુસ્તકમાં કોઈ ભૂલ નથી.''

વર્ષ ૨૦૧૪માં અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈંડિયાએ 'એરર ટેરર'નામનું એક કેમ્પેન કર્યું હતું. જેમાં ધોરણ ૬થી૮ના પુસ્તકોમાંથી ઉડીને આંખે વળગે તેવી ભૂલો શોધી હતી. દાખલા તરીકે, ''જાપાને અમેરિકા પર ન્યૂકિલયર બોમ્બ ફેંકયો હતો અને 'કૂતુબ મિનાર શહેરનું નામ છે.'

Tol  કેમ્પેનના પરિણામ સ્વરૂપે ગુજરાત સરકારે ૩ પેનલિસ્ટને સસ્પેંડ કર્યા હતા અને ૬ ટ્રાંસલેટર્સને નોકરીમાંથી કાઢી મૂકયા હતા. સાથે દરેકનું ૩ લાખ રૂપિયા મહેનતાણું પણ અટકાવ્યું હતું. GCERTતાત્કાલિક ભૂલો સુધારવાનો આદેશ અપાયો હતો. જેના પરિણામે ધો. ૬-૮ના પુસ્તકોની ૩ સુધારેલી આવૃત્ત્િ। બહાર પાડવામાં આવી હતી.

(4:51 pm IST)
  • મેઘાલયમાં વિજય બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી :મેઘાલયની અપાતી વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીતથી સૌથી મોટી પાર્ટી બનવા છત્તા વિપક્ષમાં બેસશે:60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે 21 ધારાસભ્યો થયા: સતાધારી એનપીપીથી એક સીટ વધુ છે :એનપીપીનાં નેતૃત્વવાળી સરકારમાં ભાજપના 2,યુડીપીના 6,પીડીએફના 4,એચએસપીડીપી2,એનસીપી 1,અને 2 અન્ય મળીને સરકાર બની છે access_time 1:17 am IST

  • આ છાયો પણ મીઠો લાગે!!! : સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજસ્થાન સૌથી વધુ ગરમ રહયું છે. એવામાં અજમેર પાસે ઓવરલોડ ટ્રક નીચે પણ કોઇજાતની ચિંતા કે પરવા વગર સુતા લોકોમાં સુરજના આકરા મીજાજનું રૂપ દેખાઇ રહયું છે. access_time 4:31 pm IST

  • દેશમાં ફોરેન્સિક પ્રયોગશાળાના અભાવે દરવર્ષે 13,000 બળાત્કારના કેસની તપાસ થઇ શકતી નથી : મહિલા અને બાલ કલ્યાણમંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે અપરાધની તપાસમાં સૌથી નબળું પાસું ફોરેન્સિક છે અને દેશની મુખ્ય ફોરેન્સિક પ્રયોગશાળામાં વર્ષે 160થી ઓછા મામલાની તપાસ થાય છે access_time 1:18 am IST