Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બીટ કોઇન્સ પાર્ટ-૧નું રહસ્ય ૧૭ પાસબુક-લેપટોપ અને પેન ડ્રાઇવમાં હતુ તેમ બીટ કોઇન્સ પાર્ટ-રનો ભેદ ૧૧ બેંક ખાતામાં છૂપાયો છે

રાજકોટ, તા., ૧: સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર સુરતના વિવાદાસ્પદ બિલ્ડર કે જેઓ બીટકોઇન્સ પાર્ટ-૧માં ફરીયાદી હતા અને બીટકોઇન્સ પાર્ટ-રમાં જેઓ તથા તેમના સાથીઓ આરોપીઓ છે તેવા આ રહસ્યમય મામલાનો ભેદ ૧૧ બેંક ખાતાઓમાં છુપાયો હોવાનું સુત્રો જણાવી રહયા છે.

સુત્રોના કથન મુજબ બીટકોઇન્સ પાર્ટ-૧માં બીટકોઇન્સ પાર્ટ-રના આરોપી કે જેઓ ફરીયાદી હતા તેમનું અપહરણ કરી ગાંધીનગર નજીક એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી બીટકોઇન્સ ટ્રાન્સફર કરાવી લેવાના મામલે અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ અને અમરેલીના તત્કાલીન એલસીબી પીઆઇ અનંત પટેલની ધરપકડ કરવામાં આવેલ.

અમરેલીના એસપી હસ્તકની રહસ્યમય સુટકેશ સીઆઇડીએ તેના વિશ્વાસુ પાસેથી કબ્જે કર્યા બાદ સીઆઇડી વડા આશીષ ભાટીયાના માર્ગદર્શનમાં ઝીણવટથી તપાસણી કરતા સમગ્ર રહસ્ય જગદીશ પટેલની ૧૭ પાસબુક, લેપટોપ અને પેન ડ્રાઇવમાં છુપાયો હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું તે વાત બીજા પાર્ટમાં જે રીતે ૧૧ બેંક ખાતામાં ભેદ છુપાયા હોવાનું ખુલતા યાદ દેવડાવવામાં આવી રહયું છે.

અત્રે યાદ રહે કે બીટકોઇન્સ-રના આરોપીઓ શૈલેષ ભટ્ટ એન્ડ કંપનીએ ધવલ વિ.નો પત્તો મેળવવા માટે બનાવટી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અધિકારીઓ બનવા સાથે બનાવટી આઇટી ઓફીસર બની રિવોલ્વરની અણીએ બીટ કોઇન્સ ટ્રાન્સફર કરાવેલા.

સીઆઇડી સમક્ષ ૩ શખ્સો જીજ્ઞેશ મોરડીયા, ઉમેશ ગોસ્વામી અને મનોજ કિયાડાની વિધિસર રીતે ધરપકડ સીઆઇડી દ્વારા દેખાડવા પાછળ સીઆઇડીનો કોઇ બદઇરાદો નથી. સીઆઇડીને પુછપરછ માટે પુરતો સમય મળે તે માટે શરૂઆતમાં જે રીતે રાજકોટના જીજ્ઞેશ ભટ્ટને ઓનેઓન રાખવામાં આવ્યાનું કહેવાય છે. તે જ રીતે ઉકત આરોપીઓને ઓનેઓન રાખવામાં આવેલા હતા. હવે આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે.

શૈલેષ ભટ્ટના આ ૩ ઉપરાંતના સાથીઓ દ્વારા બીટ કોઇન્સ પડાવી લેવાના કાવત્રામાં મોટી

રકમનો હિસ્સો મળ્યો હતો તેવી ચર્ચા છે.

આમાના જીજ્ઞેશ મોરડીયાએ પોતાના હિસ્સાની રકમ વ્યાજ અને જમીનના ધંધામાં રોકી હતી તેવું કહેવાય છે.

સીઆઇડીની પ્રાયોરીટી હવે એ રહી છે કે એ શંકાસ્પદ ૧૧ બેન્ક ખાતાઓમાં રોકાયેલી રકમ ખરેખર કોની છે? આવડી મોટી રકમ આરોપીઓ પાસેથી કેવી રીતે આવી છે? આ બધુ સીઆઇડી ખુબ ચીવટપુર્વક જાણી તેના પુરાવાઓ એકઠા કરી ત્યાર બાદ તમામ બાબતો રેકર્ડ ઉપર લેવા માંવે છે. માટે જ આરોપીઓની પુછપરછ માટે પુરતો સમય મળે તે માટે ધરપકડો મોડી બતાવવામાં આવી રહયાની સંભાવના છે. સીઆઇડી બીટ કોઇન્સ મામલાની જળ સુધી પહોંચવા માંગે છે.

ફાર્મ હાઉસ માલિક જીજ્ઞેશ મોરડીયા પણ મોટી માયા!!: તેને પણ મોટો હિસ્સો મળ્યો છે

રાજકોટઃ બીટ કોઇન્સ પાર્ટ-૧ માં જેમનું અપહરણ થયેલું તેવા ફરીયાદી શૈલેષ ભટ્ટ એન્ડ કંપનીએ પણ આરોપી બીટ કોઇન્સ પાર્ટ-ર માં ધવલનો પત્તો મેળવવા પિયુષ સાવલીયા વિ. મારફત પ્રયાસો કરેલા. આ કંપનીએ બનાવટી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર તથા સ્ટાફ બની રિવોલ્વરની અણીએ ધવલનું અપહરણ કરી જીેજ્ઞેશ મોરડીયાના સુરત નજીકના કામરેજ પાસેના ફાર્મ હાઉસમાં ગોંધી રાખેલ. ચર્ચાતી વાતો મુજબ જીજ્ઞેશને પણ બીટ કોઇન્સનો મોટો હિસ્સો મળતા તે રકમ કન્વર્ટસ્ કરાવી વ્યાજ વટાવના ધંધામાં તથા રિયલ એસ્ટેટમાં રોકયા હતા.

વાચાળ આરોપી શૈલેષ ભટ્ટ અનેક નામો ધરાવે છે

રાજકોટઃ બીટ કોઇન્સ પોતાની પાસેથી અમરેલીના પુર્વ એસપી જગદીશ પટેલ અને પુર્વ પીઆઇ અનંત પટેલ તથા અન્યોએ પડાવી લીધાના આરોપ મુકી ગૃહમંત્રી સુધી રજુઆત કરનારા આરોપી શૈલેષ ભટ્ટ જુદા જુદા નામે ઓળખાતો હોવાનું સુત્રો જણાવે છે. અમરેલી જીલ્લાના બાબરા પંથકનો શૈષે ષ ભટ્ટ, એસ.બી પટેેલ અને પી.વી. પટેલ જેવા અનેક નામો ધરાવતો હોવાનું કહેવાય છે. મૂળ સૌરાષ્ટ્રનો શૈલેષ ભટ્ટ હવે સુરતમાં સ્થાયી થયો છે. તેની સામે  બીટ કોઇન્સ માટે અપહરણ, બનાવટી ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઅને બનાવટી ઇન્કમટેક્ષ ઓફ.ીસર બન્યાના પણ આક્ષેપ છે. આવા શૈષભ ભટ્ટે વડોદરા પંથકના કરજણમાં જમીન મામલે ફરીયાદ થતા હાઇકોર્ટમાં જઇ પોલીસે બદલાની ભાવનાથી ફરીયાદ કર્યાનું જણાવી સ્ટે મેળવેલ.

એ બેંક ખાતાઓમાં ખરેખર રકમ કોની? મોટી રકમ આવી કયાંથી? સીઆઇડી તપાસ

રાજકોટઃ શૈલેષ ભટ્ટ એન્ડ કંપની દ્વારા બીટ કોઇન્સ મામલે એક શખ્સનું અપહરણ કરી તેની પાસેથી મોટી રકમનો તોડ કરવાનો આરોપ છે. એમ કહેવાય છે કે આ કાર્યમાં ૧૦ જેટલા આરોપીઓ હતા. આ બધાને ખુબ જ સારી રકમ મળી હોવાનું કહેવાય છે. બીટ કોઇન્સ પાર્ટ-રની તપાસ પણ થશે તેવી દહેશતથી અન્યોના નામે વિવિધ બેંકમાં ખાતા ખોલાવી રકમો જમા કરાવી હોવાની સીઆઇડીને શંકા છે. સીઆઇડી દ્વારા આ બેંક ખાતાઓમા ખરેખર રકમ કોની ? રકમો કયાંથી અને કેવી રીતે આવી ?? તે બાબતની તપાસને પ્રાથમીકતા અપાઇ રહી છે.

(4:11 pm IST)