Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

"વિકાસ કરતાં કરતાં પાટણના સાંસદ ગુમ થયા છે," સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ:જબરી મજાક

વિકાસ ભાજપના સાંસદોને શોધવા નીકળ્યો બુલેટ ટ્રેન લઈને

આજકાલ સોશ્યલ મીડિયા ખુબ જ સક્રિય અને પાવરફુલ માધ્ય્મ બન્યું છે રોજબરોજ બનતી ઘટનાઓ કે પોતાની લાગણી કે વ્યથા માટે ખુબ જ ઉપયોગી માધ્યમમાં લોકો અવનવું મુક્યા કરતા હોય છે ત્યારે ફરીવાર સાંસદ ગુમ થયાના પોસ્ટર્સ લાગ્યા છે. આ વખતે પાટણ જિલ્લાના સાંસદ લીલાધર વાઘેલા ગુમ થયાના પોસ્ટર્સ વાયરલ થઈ રહ્યા છે. પાટણ જિલ્લાના સોશિયલ મીડિયામાં હાલ આ પોસ્ટર્સ વાયરલ થઈ રહ્યા છે. પોસ્ટર્સ વાયરલ થવાને કારણે હાલ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

   વાયરલ થઈ રહેલા પોસ્ટર્સમાં સૌથી ઉપરના ભાગે કાળી પટ્ટીમાં લખવામાં આવ્યું છે કે, "વિકાસ ભાજપના સાંસદોને શોધવા નીકળ્યો બુલેટ ટ્રેન લઈને." તેની નીચે જમણી બાજુએ પાટણના સાંસદ લીલાધર વાઘેલાની એક તસવીર મૂકવામાં આવી છે. તેની બાજુમાં ડાબા ભાગમાં લખાણ લખવામાં આવ્યું છે કે, "છેલ્લે 2014માં દેખાયેલા છે. ત્યાર બાદ ગુમ થયેલ છે. તો પાટણની જનતા તેમને શોધે. જનતાની લાગણીને સમજીને પાટણમાં હાજર થવા વિનંતી."

   પોસ્ટરમાં નીચે બીજેપી પક્ષના ચૂંટણી સિમ્બોલ કમળનો ઊંધુ બતાવવામાં આવ્યું છે, તેમજ તેના પર કાળા અક્ષરથી ચોકડી મારવામાં આવી છે. તેની બાજુમાં એક લાઇનમાં લખવામાં આવ્યું છે કે, "વિકાસ કરતાં કરતાં પાટણના સાંસદ ગુમ થયેલા છે."

    અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત વિરુદ્ધ પણ એક ગામમાં પોસ્ટર્સ લાગ્યા હતા. પોસ્ટર્સમાં જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ તેમણે કોઈ પ્રશ્ન ઉકેલ્યો નથી. હવે કોંગ્રેસને મત આપ્યો હોવાનો પસ્તાવો થઈ રહ્યો છે.

   ગરમીને કારણે પાણીની સમસ્યા વચ્ચે લોકોને પોતાના પ્રતિનિધિ વિદેશ ગયાની જાણ થતા તેમની વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો. લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે અહીં અમે મુશ્કેલીઓને સામનો કરી રહ્યા છીએ ત્યારે ધારાસભ્ય સમુદ્રમાં ધુબાકા મારી રહ્યા છે.

(2:28 pm IST)
  • આ છાયો પણ મીઠો લાગે!!! : સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજસ્થાન સૌથી વધુ ગરમ રહયું છે. એવામાં અજમેર પાસે ઓવરલોડ ટ્રક નીચે પણ કોઇજાતની ચિંતા કે પરવા વગર સુતા લોકોમાં સુરજના આકરા મીજાજનું રૂપ દેખાઇ રહયું છે. access_time 4:31 pm IST

  • મેઘાલયમાં વિજય બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી :મેઘાલયની અપાતી વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીતથી સૌથી મોટી પાર્ટી બનવા છત્તા વિપક્ષમાં બેસશે:60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે 21 ધારાસભ્યો થયા: સતાધારી એનપીપીથી એક સીટ વધુ છે :એનપીપીનાં નેતૃત્વવાળી સરકારમાં ભાજપના 2,યુડીપીના 6,પીડીએફના 4,એચએસપીડીપી2,એનસીપી 1,અને 2 અન્ય મળીને સરકાર બની છે access_time 1:17 am IST

  • ખેડા:યાત્રાધામ વડતાલના ગોમતી તળાવમાં 25 વષર્ય યુવક ડુબ્યો : સુરતનો રહેવાસી યુવક પરીવાર સાથે વડતાલ દશર્ન કરવા આવ્યો હતો : ચકલાસી પોલીસને જાણ કરાતા ફાઈયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે : ફાયર બ્રિગેડ ઘ્વારા ડૂબેલ યુવકની શોધખોળ ચાલુ access_time 8:34 pm IST