Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

અમદાવાદી અંજલી બંસલની દેના બેંકના નોન-એક્સક્લુઝિવ ચેરમેન તરીકે નિયુક્તિ

અમદાવાદી અંજલી બંસલની નિયુક્તિ દેના બેંકના નોન-એક્સક્લુઝિવ ચેરમેન તરીકે કરવામાં આવે છે. દેના બેંકની નાણાકીય હાલત અત્યારે નબળી છે અને તેની વધતી જતી બેડ લોન્સના કારણે તાજેતરમાં જ આરબીઆઇએ  બેન્કની ધિરાણ આપવાની સત્તા પર અંકુશ મૂક્યો હતો. બંસલ માટે દેના બેન્કમાં કામગીરી પડકારજનક રહેશે. બંસલને ભારતની મોસ્ટ પાવરફૂલ વિમેન ઇન બિઝનેસ ઇન ઇન્ડિયા તરીકે સન્માન મળ્યું છે.

(12:28 pm IST)
  • જાપાને વૈજ્ઞાનિક સંશોધનના બહાને મિંક પ્રજાતિની 122 વ્હેલનો શિકાર કર્યો: જાપાનની સરકારના આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ પ્રતિબંધ હોવા છતા ઉનાળામાં 333 વ્હેલ માછલીઓને મારી નાંખી: આતંરરાષ્ટ્રીય વ્હેલિંગ આયોગ મુજબ રિસર્ચના નામે વ્હેલને તેમના મીટ માટે મારવામાં આવે છે. જાપાને 1985માં આઈડબ્લ્યુ સાથે કરાર કર્યો હતો કે વ્હેલને નહી મારે access_time 1:27 am IST

  • પાકિસ્તાન છેલ્લા 70 વર્ષના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારે બીજીવાર પોતાનો કાર્યકાળ પૂરો કર્યો : મોટાભાગે દેશની સેનાએ જ શાસન કર્યું હતું :પાકિસ્તાનની પીએમએલ (એન )સરકારે પાંચ વર્ષ પુરા કર્યા :સંસદીય મામલાના મંત્રાલયે 31મી મેના મધ્યરાત્રીએ 14મી નેશનલ એસેમ્બલી ભંગ થયાની જાહેરાત કરી છે: હવે 25મી જુલાઈએ સામાન્ય ચૂંટણી સુધી દેશનું કાર્યવાહક વ્યવસ્થા સંચાલન કરશે access_time 12:55 am IST

  • આ છાયો પણ મીઠો લાગે!!! : સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજસ્થાન સૌથી વધુ ગરમ રહયું છે. એવામાં અજમેર પાસે ઓવરલોડ ટ્રક નીચે પણ કોઇજાતની ચિંતા કે પરવા વગર સુતા લોકોમાં સુરજના આકરા મીજાજનું રૂપ દેખાઇ રહયું છે. access_time 4:31 pm IST