Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સૌરાષ્ટ્રની 2000 સહીત રાજ્યની 10,000 માઇનિંગ અને કવોરીની ખાણ બંધ

પર્યાવરણની મંજૂરી અને પ્લાન મુદ્દે ઉદ્યોગની કફોડી સ્થિતિ :હજારો ટ્રક ટ્રેકટર અને ટર્નઓવર ઠપ્પ

અમદાવાદ ;સૌરાષ્ટ્રના 2000 સહીત રાજ્યના 10,000 માઇનિંગ અને ક્વોરીની ખાણ બંધ થઈ ગઈ છે. પર્યાવરણની મંજૂરી અને માઇનિંગ પ્લાન મંજૂર ન કરતાં કફોડી સ્થિતિ ઊભી થઈ છે.જેના કારણે દરેક ખાણ દીઠ 10 લોકો પ્રમાણે એક લાખથી વધારે લોકોની રોજગારી બંધ થઈ ગઈ છે. હજારો ટ્રક અને ટ્રેક્ટર પણ બંધ થઈ ગયા છે. ઉદ્યોગોનું ટર્નઓવર બંધ થઈ ગયું છે.છેલ્લાં 8 વર્ષથી ક્વોરીને મંજૂરી આપવામાં આવતી ન હોવાથી આવી સ્થિતિ ઊભી થઈ છે.

 સૌરાષ્ટ્રની 2,000થી વધારે ખાણોને અસર થઈ છે. ક્વોરી ઉદ્યોગ પોતે પણ હડતાલ પર છે. તેથી આ ઉદ્યોગની કફોડી હાલત થઈ છે. પર્યાવરણની મંજૂરી માટે જોકે હવે ઘણા જિલ્લાઓમાં મંજૂરી માગવામાં આવી રહી છે. તે માટેના પ્લાન રજૂ કરાયા છે. વળી હવે જિલ્લામાંથી જ પર્યાવરણની મંજૂરી આપવાની થતી હોવાથી ઝડપી મંજૂરી આપી દેવામાં આવે એવી શક્યતા છે.

ગઈકાલે ચીખલીમાં પથ્થર ક્વોરી મંડળની બેઠક મળી હતી. સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ખાણ ક્વોરી સુરેન્દ્રનગર અને ચીખલીમાં છે. જ્યાં પથ્થર કાપીને કાંકરા કરવાનું બંધ થઈ ગયું છે

(11:42 am IST)