Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત : બેભાન થવાના વધ્યા કિસ્સા : રાજ્યમાં બે દિ'માં 1265 કોલ મળ્યા

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો કેર યથાવત્ છે. કાળઝાળ ગરમી અને ઊંચા ભેજવાળા તાપમાને ૧૦૮ને મળતા ઈમર્જન્સી કોલની સંખ્યા વધી રહી છે. છેલ્લા બે દિવસની ગરમી દરમિયાન ૧૦૮ લોકો ગરમીના કારણે બેભાન થઈ ગયા હતા. ૧૦૮ ઈમર્જન્સી સર્વિસને બે જ દિવસમાં શહેરમાંથી ૩૩૩ કોલ મળ્યા છે તો રાજ્યભરથી ૧૨૬૫ કોલ મળ્યા છે. સૌથી વધુ કેસ બેભાન થવાના, પડી જવાના અને ડીહાઈડ્રેશનના નોંધાયા છે.

૧૦૮ ઈમર્જન્સી સેવાને છેલ્લા બે દિવસમાં મળેલા કોલમાં સૌથી વધુ ૧૦૮ કેસ બેભાન થઈ જવાના નોંધાયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે પેટના દુખાવાના ૨ દિવસમાં ૮૦ કેસ નોંધાયા છે. છાતીમાં દુખાવાના ૩૭, પડી જવાના કિસ્સામાં ૪૪, વોમિટિંગના ર૯, ડીહાઈડ્રેશન અને બીપીના ૩૫ કેસ નોંધાયા છે

(1:41 pm IST)