Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

અમદાવાદમાં મધરાતથી નવા રોડ બનાવવાની કામગીરી બંધ

માત્ર પેચવર્ક અને માઈક્રો રિસર્ફેસના કામ થશે ;ચોમાસાની ઋતુને કારણે લેવાયો નિર્ણ્ય

અમદાવાદઃ અમદાવાદમાં આજ રાતથી જ નવા રોડ બનાવવાની કામગીરીને બ્રેક લાગી છે આગામી ચોમાસાને લઈને AMCનો નિર્ણય કર્યો છે કે આજ રાતથી જ નવા રોડ બનાવવાની કામગીરી બંધ કરવામાં આવશે. માત્ર પેચવર્ક અને માઈક્રો રિસરફેસનાં જ કામ હવે કરવામાં આવશે.અત્યાર સુધી 3 લાખ મેટ્રિક ટન મટીરીયલનું કામ કરવામાં આવ્યું છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં શહેરમાં સતત નવા રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે હવે વરસાદની ચોમાસાની ઋતુ શરૂ થવા જઇ રહી છે ચોમાસામાં રોડ બનાવવા માટે કરવામાં આવેલા ખાડાઓમાં પાણી ભરાવવાની શક્યતા પણ સેવાઇ રહી છે.કદાચ એ જ કારણોસર AMCએ એવો નિર્ણય લીધો હશે

(11:58 pm IST)