Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

વેલ્યુઅેશન કમ્પ્લીશન સર્ટીફીકેટ માટે ૧ લાખની લાંચ માંગનાર વડોદરાના શિનોર તાલુકા પંચાયતના મદદનીશ અેન્જિનિયર નૈનેશ શાહની ધરપકડ

વડોદરાઃ વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયત કચેરીમાં નૈનેશ રમેશચંદ્ર શાહ અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. જ્યારે ફરિયાદી ગ્રામ પંચાયતના વિકાસના કામો લેબર તથા મટીરીયલથી કરતા હતા. જેમાં અલગ અલગ ચાર કામોના વેલ્યુએશન તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવા માટે અધિક મદદનીશ ઈજનેર નૈનેશ શાહે તેમની પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં 50 હજાર રૂપિયા તેમણે એક મહિના પહેલા જ આપી દીધા હતા. જોકે અડધી રકમ આપી દીધી હોવા છતાં અધિકારી દ્વારા કોઈજ કામ કરવામાં આવતું નહોતું. અને બાકીના 50 હજાર રૂપિયાની પણ માંગણી કરી હતી.

જેથી બાકીના 50 હજાર રૂપિયા આજે આપવાનો વાયદો કરાયો હતો. જાગૃત નાગરિકે આ અંગેની ફરિયાદ એસીબીમાં કરી હતી. જેના આધારે એસીબીની ટીમ દ્વારા છટકુ ગોઠવાયું હતું. આમ, નૈનેશ શાહ એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

(6:07 pm IST)