Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

અમદાવાદ મનપા દ્વારા કોરોનાના સામાન્ય લક્ષણો ધરવતા દર્દીઓ માટે 45 કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા

સમરસ હોસ્ટેલ તેમજ નિકોલ ખાતે આવેલ સ્પોર્ટ્સ સંકુલ સિવાય 43 સ્થળોએ ખાનગી વ્યવસ્થા કરાઈ

અમદાવાદ: શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા 45 કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં છે.

કોરોના પોઝિટિવ દર્દી કે જેને સામાન્યથી અતિ સામાન્ય લક્ષણ હોય તેને હોમ આઈસોલેશનમાં રહેવાનું હોય છે. આવા દર્દીઓ ઘરના અન્ય સભ્યોને સંક્રમિત ના કરે તે હેતુસર અમદાવાદ શહેર વિસ્તારમાં સરકારી તેમજ પ્રાઇવેટ મળીને કુલ 45 કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત સમરસ હોસ્ટેલ તેમજ નિકોલ ખાતે આવેલ સ્પોર્ટ્સ સંકુલ આ બંને સરકારી વ્યવસ્થા છે. જ્યારે આ સિવાયના 43 સ્થળોએ ખાનગી વ્યવસ્થા છે. આવા કોવિડ કેર સેન્ટરમાં કોરોનાના સામાન્યથી અતિ સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ, કે જેમને ઘરમાં અલગ રહેવાની વ્યવસ્થા ના હોય તેવા દર્દીઓ રહી શકશે

(11:12 pm IST)