Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ડેડીયાપાડા તાલુકાના એક ગામના દંપતીના ઝગડા મા રાજપીપળા અભયમ રેસ્ક્યુ ટીમે સમાધાન કરાવ્યુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા નાં દેડીયાપાડા તાલુકા પાસેના એક ગામમાં ૨૪ વર્ષ ના સુનિતા બહેન ( નામ બદલેલ છે.) ના પતિ એ તેમને માર મારી એક વર્ષ નું બાળક લઈને જતા રહ્યા હતા અને દારૂ પી આવીને વહેમ રાખી ને રોજ મારતા હતા તેથી તેમણે રાજપીપળા ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરતા રાજપીપલા અભ્યમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી તેમની સાથે અસરકારક કાઉંસેલિંગ કરી સમાધાન કરાવવામાં સફળતા મેળવી હતી.
મળતી માહિતી મુજબ સુનીતાબેન બેન લગ્નમા પિયર ગયા હતા જ્યાં કોઈ વ્યક્તિએ સુનીતાબેનની છેડતી કરેલ જેની જાણ તેમના પતિને થતા તેઓએ પત્નીને જણાવેલ કે આ બાબત મને કેમ જણાવી નહીં? તારા અગાઉ ના કોઈ સબન્ધ હશે તેમ કહી બાળકો સાથે કાઢી મુકી હતી ત્યારબાદ આ મામલો રાજપીપળા સ્થિત અભયમ ટિમ પાસે આવતા અભયમ ટીમે દંપતીને શાંતિ થી સમજાવી સાચી હકીકત એકબીજા ને જણાવવા સંમત કર્યા બાદ સુખદ સમાધાન કરાવતા બંને એ પોતાની ભૂલ સ્વીકારતા બંને વચ્ચે ઝગડા નું નિરાકરણ આવ્યું હતું.

(10:21 pm IST)