Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

રાજપીપળાના Bsc માં અભ્યાસ કરતા યુવાનનું ઓનલાઈન પરિણામમાં નામ ન જણાતા કેનાલમાં મોતની છલાંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાની શક્તિ વિજય સોસાયટીમાં રહેતા અને ટી. વાય. બી.એસ.સી. માં અભ્યાસ કરતા યુવાનનું ઓનલાઈન રિજલ્ટમાં નામ ન આવતા ફેઈલ થયો હોવાની જાણ થતાં તે કેનાલ માં કૂદી જતા મોત ને ભેટ્યો હતો.
  પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા કલેકટર કચેરી સામે આવેલી શક્તિ વિજય સોસાયટી માં રહેતા મોહીતકુમાર ચંદુભાઇ સોલંકી ઉ.વ.૨૩ ટી.વાય.બી.એસ.સી.માં અભ્યાસ કરતો હોય હાલમાં તેનું ઓન લાઇન રીઝલ્ટ આવતા ઓન લાઇન રીઝલ્ટમાં તેનું નામ નહીં આવતા તેને લાગી આવતા ઘરેથી ટુ વ્હીલર ગાડી લઇ ગાડકોઇ બ્રીજ પાસે ટુ વ્હીલર મુકી શમેશેરપુરા ની નર્મદા કેનાલમાં કુદી જઇ પાણીમાં ડુબી જતા તેનું મોત નીપજ્યું હતું.આ બાબતે ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(10:18 pm IST)