Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

અમદાવાદમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ ઉપર ઉતરી ગયોઃ પગાર મુદ્દે નારાજગી

અમદાવાદઃ એક બાજુ લોકો કોરોનાના કારણે હોસ્પિટલોમાં રઝળી રહ્યા છે. ત્યાં સિવિલ 1200 બેડની કોવિડ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો છે. જેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે.

સરકારે નવા સ્ટાફને 20 હજાર આપવાની જાહેરાત કરી

આજે શનિવારે પગારના મુદ્દે તમામ નર્સિંગ સ્ટાફ 1200 બેડ હોસ્પિટલ કેમ્પસમાં એકત્ર થઇ ગયો હતો અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યો હતો. વાસ્તવમાં ગઈ કાલે શુક્રવારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે નર્સિંગ માટે કોન્ટ્રાક્ટર પર નો સ્ટાફ ને 20 હજાર પગાર આપવામાં આવશે.

જૂના નર્સિંગ સ્ટાફનો પગાર 13000 છે

હાલ માં જે નર્સિંગ સ્ટાફ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યો છે તેને સરકાર દ્વારા માત્ર 13 હજાર જ પગાર ચૂકવવામાં આવે છે. જેને લઇને કોન્ટ્રાક્ટ પરનો સ્ટાફ હલટલ પર ઉતરી ગયો. સ્ટાફ નું કહેવું છે કે અમને અન્યાય થઈ રહ્યો છે. એમને પણ સરકારે 20 હજાર મળવો જોઈએ.

મેડિકલ ફિલ્ડના પગારવધારાને મામલે રેગ્યુલર સ્ટાફ નારાજ

ઉપરાત રેગ્યુલર નર્સિંગ સ્ટાફ પણ હળતાલ પર છે. તેમની સમસ્યા પણ પગાર વધારાની છે. કારણ કે સરકારે ગઈ કાલે જ મેડિકલ ફિલ્ડના લોકોને 40 ટકા પગાર વધારો આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ જાહેરાતમાં ક્યાંય પણ નર્સિંગ સ્ટાફનો ઉલેખ નહતો.સ્ટાફ ની માગણી છે કે, “અમે પણ રાત દિવસ જોયા વગર કોરોનામાં ડયુટી કરી રહ્યા છીએ. તો અમને પણ આ 40 ટકા પગાર વધારાનો લાભ મળવો જોઈએ.”

આમ સરકારે કરેલી જાહેરાત ના મુદ્દે થઈ રહેલા અન્યાય થઇ રહ્યો હોવાની વાત સાથે 1200બેડ હોસ્પિટલ નો કોન્ટ્રાક્ટ અને રેગ્યુલર નર્સિંગ સ્ટાફ હલતાલ પર ઉતર્યો છે.

પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સ નર્સિંગ સ્ટાફને આ વર્તણૂકથી નારાજ (Civil nursing staff strike)છે. તેમનું કહેવું છે કે સમસ્યા ગમે તો હોય અત્યારના કોરોના મહામારીના સમયમાં સ્ટાફે હડતાળ પર ઉતરવું જોઇએ નહીં. કારણ કે અસંખ્ય દર્દીઓ અને તેમના સગાં અત્યારે મેડિકલ સિસ્ટમ પડી ભાંગવાને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે નર્સિંગ સ્ટાફની હડતળથી લોકોને વધઉ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

(5:22 pm IST)