Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સુરતના સલાબતપુરા પોલીસના જવાનોનો દાદાગીરી સાથે માથાકુટનો વીડિયો વાયરલઃ ગરીબ લોકોને હેરાન કરનારા સામે તપાસ કરવાનો ઉચ્ચ અધિકારીઓનો આદેશ

સુરત: પોલીસ હાલ કાયદો અને વ્યવસ્થા મુદ્દે વારંવાર વિવાદોમાં આવતી રહે છે. તેમાં પછી હત્યા, બળાત્કાર જેવા છાશવારે બનતા કિસ્સાઓ હોય કે ગરીબ લોકોનો તોડ કરવા કે અપશબ્દો બોલવાનો કિસ્સો હોય  પોલીસ ચર્ચામાં આવતા રહે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલ પોલીસનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પોલીસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરત પોલીસ જવાને લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે લોકોનો તોડ કરીને ખીસ્સા ભરતો હોવાની સાથે ગરીબ લોકોને કનડતી હોવાની સતત ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે સુરતની લસલાબતપુરા પોલીસનાં જવાનો દાદાગીરી સાથે માથાકુટ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સુરતનાં સલાબતપુરા પોલીસ મથકમાં એલઆરડી તરીકે ડી સ્ટાફમાં ફરજ બજાવતા વિજય સોલંકી અને તેનો રીક્ષા વાળાએ બે નંબરનાં વેપાર કરતા લોકો પાસેથી તોડ પેટે રૂપિયા લે છે. જો કે રૂપિયા લીધા બાદ પણ આ લોકોને પરેશાન અને કટકે કટકે ફરી પૈસા ગરીબોને હેરાન કરવાની સતત ફરિયાદ સામે આવી છે.

જ્યાં પોલીસ તરીકે રોફ જમાવીને હાજર લોકોને અપશબ્દો બોલ્યા હતા. જેના કારણે લોકોને પોલીસનો ઘેરાવ કર્યો છે. રૂપિયા લીધા બાદ ધમકી આપતા દાદાગીરી કરવા મુદ્દે કહેતા પોલીસની હરકતથી ભેરવાઇ ગયો હતો. આ લોકોએ પોલીસનો આ વીડિયો બનાવી સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહ્યો છે. જો કે રૂપિયા લઇને બિનકાયદેસર વેપાર કરાવી તેમની સામે દાદાગીરી કરતો હોવાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

(5:21 pm IST)