Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ગુજરાતમાં કોરોના હોસ્પિટલમાં આગની સાતમી દુર્ઘટનાઃ દર્દીઓઍ ભરૂચમાં હોસ્પિટલની અંદરથી ઓડિયો મેસેજ મોકલ્યો હતો

ભરૂચ: ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગમાં 14 દર્દી અને 2 નર્સ સહિત કુલ 16 લોકો મોતને ભેટ્યા છે. ભરૂચમાં આગની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી રૂપાણીએ પોતાની સંવેદના વ્યક્ત કરી છે. પરંતુ આગ લાગ્યા બાદ દર્દીઓની શુ હાલત હતી તે બતાવતા ઓડિયો સામે આવ્યા છે.

ગુજરાતમાં આગકાંડની આ સાતમી ઘટના છે, આ પહેલા ગુજરાતના અલગ અલગ શહેરોની 6 હોસ્પિટલોમાં એક વર્ષમાં આગ લાગવાનો બનાવ બની ચૂકયો છે. એક વર્ષમાં થયેલી આ 7 આગકાંડની ઘટનામાં કુલ 34 દર્દીઓના મોત નિપજ્યાં છે. પરંતુ ભરૂચની હોસ્પિટલનો આગકાંડ સૌથી વધુ દિલ ધડકાવી દે તેવો છે. મોડી રાત્રે પોણા એક વાગ્યાની આસપાસ લાગેલી આગને કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. મદદ માટે મોડી રાત્રે અનેક દર્દીઓએ હોસ્પિટલની અંદરથી ઓડિયો મેસેજ મોકલ્યા હતા.

હોસ્પિટલની આગ લાગતા જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. પરંતુ મદદ માટે અંદરથી દર્દીઓએ ઓડિયો મેસેજ મોકલ્યા હતા. આ ઓડિયો મેસેજ પોતાના પરિવારજનો અને મિત્રોને મોકલવામા આવ્યા હતા. હોસ્પિટલની આગમાં અંદર કેવો માહોલ છે તેવુ તેઓએ જણાવ્યું હતું. ઓડિયો મેસેજમાં દર્દીઓએ કહ્યું હતું કે, 'વેલ્ફેરમાં બહોત બુરી આગ લગી હે...બહોત સે કોવિડ પેશન્ટ કા ઇંતકાલ હો ગયા હે.... જેની પાસે ફોર વ્હીલ હો વો જલ્દ સે જલ્દ ફોર વ્હીલ લેકે આયે...બહોત જરરૂત હે...પેશન્ટ કો બહાર ગામ શિફ્ટ કરના હે...બિચારે બહોત લોગ શહીદ હો ગયે..દુઆ કરો અલ્લાહ આફત કો ટાલ દે...બહોત લોગો કો ઇંતકાલ હો ગયા હે...'

તો અન્ય ઓડિયો મેસેજમાં એક દર્દીએ કહ્યું હતું કે, કમસેકમ 50 લોગ જલ ગયે....બહોત ખરાબ હાલત હે...અલ્લાહ હિફાઝત કરે...દુઆ કરના.’ આ મેસેજ વાંચીને તેમના પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા.

(5:18 pm IST)