Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

અમદાવાદ: નકલી રેમડેસિવિર કૌભાંડમાં મેટ્રોપોલિટન કોર્ટે આરોપીના આંઠ દિવસના રિમાન્ડ મંજુર કર્યા

અમદાવાદ:નકલી રેમડેસિવિર બનાવી તેનું વેચાણ કરવાના કૌભાંડના સાત આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મેટ્રોપોલિટન કોર્ટે મંજૂર કર્યા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે ૧૦૦ રૃપિયામાં મળતી દવાને આરોપીઓ રેમડેસિવિર તરીકે વેચી રહ્યા હતા. આ પ્રકારના નકલી પેકેજીંગ અને પ્રિન્ટિંગ માટે આરોપીઓ પાછશ કોનો દોરીસંચાર છે તે જાણવા પોલીસ કસ્ટડીમાં આરોપીઓની હાજરૃર જરૃરી છે.

પોલીસે સાતેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ અરજી દ્વારા રજૂઆત કરી હતી કે મહામારીના સમયે રેમડેસિવિર કોરોના દર્દીઓ માટે જીવતદાન સાબિત થઇ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આરોપીઓ ૧૦૦ રૃપિયાની એન્ટિબાયોટિક દવાને રેમડેસિવિર કહી વેચતા હતા અને એક ઇન્જેક્શનના વીસથી પચ્ચીસ હજાર રૃપિયા વસૂલતા હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ અસલી રેમડેસિવિર જેવાં પેકેટ અને સ્ટિકર છપાવ્યા હતા. આ ઉપરાંત વાયલની સીલબંધ બોટલો પણ આરોપીઓ પાસેથી ઝડપાઇ છે. આરોપીઓ છેલ્લાં કેટલાં સમયથી આ પ્રવૃત્તિ કરે છે અને નકલી સ્ટિકર અને પેકેજીંગ સહિતના કાવતરા માટે તેમની પાછળ કોનો દોરીસંચાર છે તેની તપાસ થવી જરૃરી છે. આ ઉપરાંત તેમના અન્ય સાગરિતો અને નેટવર્કની ભાળ મેળવવી પણ જરૃરી છે. પોલીસ દ્વારા દસ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતીજેની સામે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

(4:55 pm IST)