Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કાંકરેજ તાલુકાના રતનગઢ ગામે આજસુધી કોરોના પ્રવેશ નથી કરી શક્યો

બનાસકાંઠા:જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનગઢ ગામ કે જે ગામમાં આજદિન સુધી કોરોનાની નો એન્ટ્રી છે. ગામના લોકો દ્વારા કોરોના ગાઇડલાઇનું ચુસ્ત પાલન કરવામાં આવે છે એટલે કોરોના આવ્યાને એક વર્ષ ઉપર થયું છતાં રતનગઢમાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. રતનગઢ ગામના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. લોકો ગામમાં અને મોટાભાગે ખેતરોમાં વસવાટ કરે છે. ગામલોકો ભાઇચારાથી એક સંપ રહીને કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારીના નિયમોનાં પાલન સાથે ધંધો-વ્યવસાય કરે છે.

ગામમાં આજદિન સુધી એક પણ કોરોના કેસ નોંધાયો નથી. એનું કારણ ગામ લોકો પોતાના કામ માટે કરીયાણું ખરીદવા કે અનાજ દળાવવા કે દુઘ ભરાવા માટે કે સહકારી મંડળી ઉપર ખાતર ખરીદવા કે કપડાં ખરીદી કે હેર સુલન ઉપર જાય છે ત્યારે સરકારે જાહેર કરેલા નિયમોનું પોતાની રીતે પાલન કર છે એના માટે કોઇ ફરજ પાડવામાં આવતી નથી.  ગામ લોકોએ એક સંકલ્પ કર્યો છે કે અમારું ગામ કાયમ કોરોના વાયરસ મુક્ત રહે એટલે અગત્યના કામ વગર લોકો ઘરની બહાર નિકળતા પણ નથી. રતનગઢ ગામમાં લોકોની જાગૃતિ અને ગ્રામ પંચાયતના એકતાના દર્શન થાય છે. ગ્રામજનો કાયદાને માન- સન્માન આપી સરકારની તમામ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરે છે.

(4:53 pm IST)