Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

વિરમગામ: અમદાવાદ હાઇવે નજીક આવેલ ખાનગી કંપનીની બહાર ભભૂકેલ આગથી દોડધામ મચી જવા પામી

વિરમગામ:અમદાવાદ હાઇવે ઉપર આવેલ ખાનગી ફાર્માસ્યુટીકલ લી. કંપનીની બહાર બાવળના ઝુંડમાં અચાનક આગ ભભુકી ઊઠતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને આગને લઇને  દોડધામ મચી જવા પામી હતી.

આગને કાબુમાં લેવા વિરમગામ નગરપાલીકાના ફાયરબ્રિગેડના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થયેલ નથી. વિરમગામ અમદાવાદ હાઇવે વિરોચનનગર પાસે દવા બનાવવાની કંપની આવેલી છે. કંપનીની બહાર બાવળના ઝુંડમાં કોઇ અગમ્ય કારણસર આગ લાગતા ઘટનાની જાણ કંપનીના જવાબદાર અધિકારીએ વિરમગામ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડના મહેશભાઇ, રાજુભાઇ, કિરણભાઇ, વોટર બાઉઝર અને અગ્નિશામક સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવા સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગને કાબુમાં લેતા ફેકટરી સંચાલકોએ રાહતનો દમ લીધો હતો. જો આગને કાબુમાં લેવાઇ હોત તો પવન કંપની બાજુ હતો તો નુકસાન થવાની શક્યતા સેવાઇ હતી.

(4:52 pm IST)