Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કોરોનાના ત્રીજા વેવનો ખૌફ

વેકસીનેશનના પહેલા જ દિવસે વેકસીન લેવા લાઈનો લાગી

યુવાનોએ કહ્યું કે, વેકસીન લીધા પછી કોરોના થાય તો પણ તેની સામે વધારે સારી રીતે લડી શકાય છેઃ કોરોનાનો ત્રીજો વેવ આવે તો પણ તેની સામે અડીખમ ઉભું રહી શકાય છે

અમદાવાદ, તા.૧: રાજયમાં આજથી ૧૮ વર્ષથી ૪૪ વર્ષના યુવાનો માટે રસીકરણનો પ્રારંભ થયો છે. આને કોરોનાનો ડર કહો કે ખૌફ, પણ પહેલા જ દિવસે વેકસીન લેવા માટે યુવાનોનો ઉત્સાહ ગુજરાતના શહેરોમાં જોવા મળ્યો. મતદાન મથકમાં જે પ્રકારે લાઈનો લાગે એ પ્રકારે યુવાનો વેકસીન લેવા માટે લાઇનો લગાવી છે. વહેલી સવારથી વેકસીન સેન્ટર ઉપર યુવાનોની લાંબી કતારો જોવા મળી છે. યુવાનોએ કહ્યું કે, વેકસીન લીધા પછી કોરોના થાય તો પણ તેની સામે વધારે સારી રીતે લડી શકાય છે. કોરોનાનો ત્રીજો વેવ આવે તો પણ તેની સામે અડીખમ ઉભું રહી શકાય છે.

ગાંધીનગર સહિત ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં આજથી રસીકરણ (Vaccine For 18 Plus) નો પ્રારંભ થયો છે. ગાંધીનગરની સેકટર ૭ પ્રાથમિક શાળામાં લાંબી કતારો લાગી છે. યુવાનોમાં રસીકરણને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો.

રાજકોટમાં ૪૮ સ્કૂલોમાં વેકસીનેશન

રાજકોટમાં અલગ અલગ ૪૮ સ્કૂલોમા વેકસીનની પ્રકિયાઓ હાથ ધરવામાં આવશે છે. રાજકોટ મનપા દ્વારા અલગ અલગ ૪૮ સ્કૂલ પર વેકસીન (vaccinatioઁ) માટે વ્યવસ્થા ગોઠવામાં આવી છે. રાજકોટમાં આજે યુવાનો વેકસીનેશન કરાવશે. મનપાનો ૩૦૦ લોકોના સ્ટાફ આ માટે તૈનાત રહેશે. સાંજ સુધીમાં એક સેન્ટર પર ૨૦૦ લોકોને વેકસીનેશન થઇ શકશે. તો આવતીકાલે રાજકોટમાં ૧૦૦૦૦ લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે.

વડોદરામાં ૭૬ સેન્ટર પર વેકસીનેશન

૧૮ વર્ષ થી ઉપરના નાગરિકોને આજથી વડોદરામાં રસી અપાશે. શહેરના ૭૬ સેન્ટર પર કોરોનાની રસી અપાશે. આજે દરેક સેન્ટર પર લોકોને રસી મળશે. રજિસ્ટ્રેશન સિવાયના લોકોને વેકસીન નહિ મળે તેની ખાસ નોંધ લે.

cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે યુવાનોને જ વેકિસન અપાશે. જોકે, આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ નથી. જેણે અગાઉથી રજિસ્ટ્રેશન કર્યું હસે તેને જ વેકસીન મળશે.

સમગ્ર દેશમાં આજથી ૧૮થી ૪૪ વયજૂથમાં વેકિસનેશનનો ચોથા તબક્કાનો આરંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ ૧૦ જિલ્લાના યુવાનોને જ SMS મળશે, અને SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેકિસન લેવાની રહેશે. વેકિસનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેકિસન લેવા માટે જાય. ગુજરાતમાં વેકિસનેશનની કામગીરી ખૂબ જ સુચારુ રૂપે થઈ રહી છે. એટલે આ કામગીરીમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ સૌએ જોવાનું રહેશે.

(3:56 pm IST)