Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

એસીબી વડાનો ચાર્જ આશિષ ભાટિયાને બદલે સંજય શ્રીવાસ્તવને આપવા પાછળ આઇપીએસ અધિકારીઓ ખાનગીમાં આવુ માની રહ્યા છે !!

ડીજી લેવલના વધુ બે સ્થાન ચાર્જમાં, કોરોનાએ બઢતી પ્રક્રિયાને સજ્જડ બ્રેક લગાવી, ૨૦૦૭ બેચ એસપી બેંચને મહામારી રૂપી રાહુ નડી રહ્યા છે : સુરત સીપી પદ માટે મનોજ અગ્રવાલનું નામ પણ ચર્ચામાં, વિનોદ મલ્લનો ચાર્જ આર.બી.બ્રહ્મભટ્ટને સુપ્રત

રાજકોટ,તા.૧ : વય મર્યાદાના કારણે ડીજીપી લેવલનાએસીબી વડા કેશવ કુમાર અને પોલીસ આદ્યુનિકરણ અને સુદ્યારા અર્થાત પ્લાનિગ અને  મોડેનાઇઝન વિભાગના વડા વિનોદ મલ્લ   ગઇ કાલે નિવૃત થયા છે. પ્રવર્તમાન કોરોના મહામારીમાં આખું તંત્ર કાર્યરત હોવાથી રેગ્યુલર સ્થાનો ભરવાને બદલે ચાર્જ આપવામાં આવશે તેવું નિષ્ણાતોનું અનુમાન યથાર્થ ઠર્યું છે.                                 

 એક તબક્કે રાજયના હાલના પોલીવવડા આશિષ ભાટિયાને ચાર્જ સુપરત કરી સરકાર લોકોમાં પોતાની છાપ સુદ્રઢ થાય અને કોઈ જાતના વિવાદ વગર આખો વિભાગ તટસ્થતાપૂર્વક કાર્ય કરે તે માટે આયોજન વિચારેલ,હાલના સંજોગોમાં તેમના પર આખા રાજયની જવાબદારી હોય વિકલ્પે બીનવિવાદી અમદાવાદ સીપી સંજય શ્રીવાસ્તવને ચાર્જ આપ્યો છે.

આઇપીએસ અફસરીમામાં ખાનગીમાં ચાલતી ચર્ચા મુજબ સંજય શ્રીવાસ્તવને ચાર્જ આપવા પાછળ બે ગણત્રી છે.                      

એમ માનવામાં આવે છે કે એસીબીની  આ કેડર પોસ્ટ પર સંજય શ્રીવાસ્તવ તંત્રને અનુકૂળ આવે તો તેમને ચોક્કસસ કારણો ધ્યાને લઈ આ સ્થાન પર કાયમી કરી શકાય,બીજું આવતા વર્ષે તેવો આશિષ ભાટિયા નિવૃત થશે ત્યારે તેવો સિનયોરીટી મુજબ મુખ્ય ડીજીપી  બનશે તેથી તંત્ર સાથે તાલમેલ બાબતે કયાસ નીકળી શકે.                               

સંજય શ્રીવાસ્તવને એસીબીમાં કાયમી કરવામાં આવે તો ડીજી લેવલની બઢતી માટે હકકદાર સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરને આ સ્થાને લાવી શકાય, આ માટે ઘણા સિનિયર આઇએએસ પ્રયત્નશીલ હોવાની ચર્ચા છે.               

સુરત સીપી પદ પણ ખૂબ જ મહત્વનું હોવાથી હાલના સંજોગોમાં અજયકુમાર તોમર જેવા અનુભવીને પરિસ્થિત થાળે પાડ્યા બાદ ખસેડવામાં આવે તો નવાઈ નહી, તેમના સ્થાને જે નામોની ચર્ચા છે તેમાં જેમને રાજકોટ સીપી તરીકે બે માસમાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના છે તેવા મનોજ અગ્રવાલનું નામ પણ ચર્ચામાં સામેલ છે.

(2:50 pm IST)