Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર : આજથી સાત દિવસ સ્વયંભૂ બંધ રહેશે.

સ્વયંભૂ બંધનો ભંગ કરશે તો પ્રથમ વખત ૫૦૦ અને ત્યાર બાદ ૧૦૦૦નો દંડ : દુધ, ફ્રુટ અને શાકભાજીની દુકાનો સવારે ૯:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે

સાબરકાંઠાઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણખતરનાક રીતે વધી રહ્યું છે. છેલ્લા પાંચ-છ દિવસથી રાજ્યમાં રોજના ૧૪ હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે કેટલાક શહેરો અને ગામડાઓમાં સેલ્ફ લોકડાઉન નાંખવામાં આવ્યું છે. સાબરકાંઠાનું ખેડબ્રહ્મા શહેર આજથી સાત દિવસ સ્વયંભૂ બંધ રહેશે.

વેપારીઓ અને પ્રાંત અધિકારીની તાજેતરમાં મળેલી બેઠકમાં ૧ મે થી ૭ મે સુધી તમામ વેપાર ધંધા સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. વેપારી કે નાગરિકો સ્વયંભૂ બંધનો ભંગ કરશે તો પ્રથમ વખત રૂ. ૫૦૦ અને ત્યાર બાદ રૂ. ૧૦૦૦નો દંડ વસૂલવામાં આવશે. દુધ, ફ્રુટ અને શાકભાજીની દુકાનો સવારે ૯:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે મેડિકલ સ્ટોર્સ સહિત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

(12:04 pm IST)