Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

પોલીસ સ્ટેશન દીઠ માસ્કના લાખ મેમો ફાડવાનો ટાર્ગેટ

પોલીસને મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો : માસ્ક માટે પરથી કરવામાં આવેલા આદેશના લીધે પોલીસને પ્રજા સાથેના સંબંધોમાં ઘર્ષણ થવાની ચિંતા સતાવી રહી છે?

અમદાવાદ,તા.૩૦ : રાજ્યમાં યોજાયેલા સ્થાનિક સ્વરાજના ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્કના નિયમો જાણે ઘોળીને પી જવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી જ્યારે આ પછી તરત માસ્કના નિયમોને કડક બનાવવાનું શરુ કરી દેવાયું, બીજી તરફ લોકો પણ વાયરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરી રહ્યા છે આવામાં જે લોકો નિયમનો ભંગ કરી રહ્યા છે તેમના મેમા ફાડવા માટે પોલીસને મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ સ્ટેશન દીઠ રોજના એક લાખના માસ્કના મેમો ફાડવાના આદેશથી પોલીસ તંત્ર માટે પરેશાની ઉભી થઈ છે. એક તરફ પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ બંધાય તેવા પ્રયાસો વચ્ચે હવે પોલીસને માસ્ક માટે ટાર્ગેટ અપાતા પોલીસ પણ મુઝવણમાં મૂકાઈ છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસ સ્ટેશન દીઠ એક લાખનો માસ્ક મેમો માટેનો આદેશ મળ્યો છે એટલે કે જેમાં પીએસઆઈએ ૧૦, ડી-સ્ટાફે ૧૫ એમ કુલ ૧૦૦ મેમો ફાડવા માટે મજબૂર બનવું પડે છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરેક પોલીસ સ્ટેશનને મૌખિત આદેશ આપી દેવામાં આવ્યો છે, જેમાં રોજના ૧૦૦ માસ્ક મેમો ફાડવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતા કેળવાય તે જરુરી છે ત્યારે બીજી તરફ પોલીસને મળેલા ટાર્ગેટના કારણે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાઓ વધી રહી છે. આમ છતાં પોલીસને ઉપરથી જે કામગીરી અને ટાર્ગેટ સોંપાયા છે તેના માટે પોલીસે રોડ પર હાજર રહે છે અને માસ્ક વગર ફરતા લોકોનો મેમો ફાડે છે. રિપોર્ટમાં એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, જો ટાર્ગેટ પૂરો કરવામાં ના આવે તો દંડાત્મક કાર્યવાહીનો ભય રહે છે, માટે માસ્કના ઉલ્લંઘ સામે ફરજિયાત કાર્યવાહી કરવી પડે છે.

જોકે, આવી સ્થિતિમાં વગદાર વ્યક્તિઓ ઓળખાણ લગાવીને છૂટી જતી હોય છે પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પાસે દંડ લેવો પડે છે. ખિસ્સામાં રુપિયા ના હોય તેવા લોકો સામે પણ અમે ફરિયાદ નોંધવા મજબૂર બનીએ છીએ. આવામાં જો આ પ્રકારની મજબૂરીના હોય તો કપરા સમયમાં પોલીસ અને પ્રજા વચ્ચે શાંતિનો માહોલ રહેશે. બીજી તરફ જે રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તે માટે લોકોએ પણ કાળજી રાખવી જરુરી છે કે જેથી વાયરસને ફેલાતો અટકાવી શકાય. એક વ્યક્તિ માસ્ક પ્રત્યે બેદરકારી રાખીને પોતાને અને પોતાના પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે માટે નાગરિકોએ પોતાનો વિચાર કરીને માસ્કના નિયમનું પાલન કરવું જોઈએ.

(9:21 pm IST)