Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છતાં કાળઝાળ ગરમી :સૂકા અને ગરમ પવનોનોને કારણે હિટવેવની સ્થિતિ

ગુજરાત હવામાન કેન્દ્રનાં વૈજ્ઞાનિક ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ ગુજરાતમાં કચ્છ, દીવ, વેરાવળ, સુરેન્દ્રનગર, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હિટવેવની અસર અનુભવાશે. હિટવેવથી ગુજરાતમાં સરેરાશ 43થી 45 ડિગ્રી સુધીની ગરમી અનુભવાઈ રહી છે.

 

  ડૉ. મનોરમા મોહંતી મુજબ ઉત્તર ભારત અને વાયવ્ય દિશામાંથી ગુજરાતમાં પ્રવેશતા સૂકા અને ગરમ પવનો હિટવેવ સર્જે છે. ઉત્તર અને વાયવ્ય દિશામાંથી ફૂંકાતા પવન ગુજરાતમાં હિટવેવ સર્જતા હોવાનું જણાવે છે.   ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે.છતાં ઉનાળામાં રાજ્યમાં હિટવેવ સર્જાય છે. ઉનાળા દરમિયાન ગુજરાતમાં ફૂંકાતા ઉત્તર અને વાયવ્ય દિશાના પવનો અરબી સમુદ્રની ઠંડકને બેઅસર કરી દે છે.

(9:13 pm IST)