Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

વડોદરાની પરિણીતાને ઘેનયુક્ત પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચરનાર ડભોઈના યુવાન વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:જિલ્લામાં ડભોઇના યુવાને ઘેનયુક્ત પીણું પીવડાવી પરિણીતા સાથે શરીર સંબંધ બાંધી તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવાને પરિણીતાને બ્લેકમેઇલ કરી એ પછી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે હિંમત દર્શાવી પરિણીતાએ ફરિયાદ કરતા ડભોઇના બે યુવાનોની પોલીસે આખરે ધરપકડ કરી હતી. ૨૩ વર્ષની પરિણિતાને ડભોઇના રહેવાસી અફઝલ ગુલામ મન્સુરીએ વારંવાર વોટ્સઅપ દ્વારા મેસેજ મોકલવાનો હતો અને આ રીતે બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ત્યારબાદ આ યુવક યુવતીને વારવાર હોટેલોમાં મળવા માટે બોલાવતો હતો અને તેઓ એકબીજાને મળતા હતા. મૈત્રીનો ગેરફાયદો ઉઠાવીને આ યુવકે પાછળથી અશ્લીલ મેસેજ તથા ફોટો વીડિયો મોકલવાનું શરૂ કર્યુ હતું. જોકે વારંવાર ના પાડવા છતાં અશ્લીલ વીડીયો મોકલવાનું ચાલુ રાખ્યુ હતું. છેલ્લે યુવકે યુવતીને ડભોઇ ખાતે હોટેલમાં બોલાવી હતી ત્યાં મીઠી મીઠી વાતો કરીને અફઝલે ઠંડા પીણું પીવડાવી દેતા તે બેભાન બનતા તેની મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેનો વીડિયો ઉતાર્યો હતો. શારીરિક સંબંધનો વીડિયો ઉતાર્યા બાદ આ વાડિયો બધાને બતાવવાની ધમકી આપી વાયરલ કરી દેવાતુ જણાવી તેની મરજી વિરૂધ્ધ અફઝલ મન્સુરીએ દસથી બાર વખત તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરિણીતાએ બદનામીના ડરથી અનિચ્છાએ શારીરિક સંબંધો બાંધવા પડયા હતા અને છેલ્લા આઠ માસથી બ્લેકમેઇલ કરીને યુવતીને બોલાવતો રહ્યો હતો.
 

(6:30 pm IST)