Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

સાણંદના લેખંબા ગામ ખાતે 'રામકૃષ્ણ મઠ' ના સંત નિવાસ ભવનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

મઠની મૂળ શાખા બેલૂરમઠના અને સંસ્થાના અધ્યક્ષ પ.પૂ સંતશ્રી સ્વામી સુંહીતાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ભારતવર્ષનાં આર્ષદ્રષ્ટા અને સનાતન ધર્મ ના પ્રસારક એવા અદ્વિતીય સંત શ્રી પ પૂ. સ્વામી વિવેકાનંદજી દ્વારા ઈ.સ ૧૮૯૭ માં સ્થાપેલ સંસ્થા 'રામકૃષ્ણ મઠ' ની શાખા સાણંદ ના લેખંબા ગામ ખાતે આકાર પામી રહેલ છે, આ સંસ્થા નાં સંત નિવાસ ના ભવન નું ખાતમુહૂર્તનો પ્રસંગ થયો હતો. જેમાં મઠ ની મૂળ શાખા બેલૂરમઠ ના અને સંસ્થા ના અધ્યક્ષ પ.પૂ સંતશ્રી સ્વામી સુંહીતાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થા ની મહત્વતા સમજાવી હતી, સાથે સાણંદ-બાવળા નાં ધારાસભ્ય  કનુભાઈ પટેલ,  સંસ્કારધામ ના પ્રમુખ ડૉ. આર.કે. શાહ, કાલુપુર બેંક ના ચેરમેન  નવનીતભાઈ પટેલ, અમદાવાદ જિલ્લાના અધિક કલેકટર  સુધીરભાઈ પટેલ અને ખાસ ગુજરાત ના પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી ઉપસ્થિત રહી વિવેકાનંદજી ના વિચારો ને તથા ધર્મ ની જીવન ઉપયોગી મજેદાર વાતો કરી હતી. આ પ્રસંગે કડીના વિષ્ણુભાઈ બરફવાળા અને મહેશભાઈ પટેલ તથા સાણંદ ભારત માતા મંદિરના ઘનશ્યામભાઈ પટેલ, તથા તેમની ટીમ, ઉપરાંત લેખંબા ગામ ના સરપંચ અભેસંગભાઈ,  પ્રદિપસિંહ વાઘેલા તથા સહદેવ સિંહ દ્વારા આ પ્રસંગ ને ઉત્કૃષ્ટ બનાવવામાં અગત્ય નો ભાગ ભજવ્યો હતો. સાથે જ 'રામકૃષ્ણ મઠ' સાણંદ ના અધ્યક્ષ પ.પૂ સંત શ્રી પ્રભુસેવાનંદજી મઠ વિશે વિગતવાર માહિતી આપી અને પ્રસંગ ને સફળ બનાવવા સૌનો આભાર માન્યો હતો. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(6:09 pm IST)