Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર

રાજ્યમાં ૫ દિવસ વરસાદ થવાની કોઈ શક્યતા નથી

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોનો ભારે નુકસાન થયું છે

અમદાવાદ,રાજ્યમાં કમોસમી વરસાદથી ચિંતિત ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર છે. રાજ્યમાં ૫ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.

 હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના વલસાડ સહિતના વિસ્તારોમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં વાદળા દૂર થતા જ ફરી ગરમીનું જોર વધશે. શનિવારે તાપમાનમાં બે થઈ લઈને ચાર ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. તો અમદાવાદમાં તાપમાન ૩૫ કે ૩૬ ડિગ્રી રહી શકે છે.

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોનો ભારે નુકસાન થયુ છે. એક પછી એક કમોસમી વરસાદના રાઉન્ડ આવી ગયા છે. જેના કારણે રાજ્યમાં ખેડૂતોનો પાક બરબાદ થઇ ગયો છે. તો રવિ પાકોમાં બાજરી, ઘઉં, જુવાર, ડુંગળી અને કેરી જેવા અન્ય પાકમાં નુકસાનની શક્યતા છે. જો કે હવામાન વિભાગે આપેલી હાલની આગાહી પ્રમાણે હવે ખેડૂતોને રાહત રહેશે. ગુજરાતમાં આવતીકાથી કમોસમી વરસાદ વરસવાની શક્યતા નહીંવત છે.

હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર વલસાડ જિલ્લાના કપરાડામાં કમોસમી વરસાદ વરસ્યો છે. કપરાડાના ઉમરગામ સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતી સેવાઇ રહી છે. ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.

 ભાવનગરના જેસરના પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. બિલ્લા, ઉગલવાણ, સરેરા અને શાંતિનગરમાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જેસર તાલુકામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બાદમાં વરસાદ ખાબક્યો હતો.

(1:15 am IST)