Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

કુમસગામમાં નજીવી બાબતે થપ્પડ મારી ધમકી આપનાર બે ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના કુમસગામ માં રહેતા કિરણભાઇ સોમાભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તેમના ઘરે હતા તે વખતે રાકેશભાઇ રમણભાઇ વસાવા ઘર પાસે આવી કિરણ તુ બહાર નિકળnતેમ કહી જોર જોર થી બુમો પાડતા ફરિયાદી તેઓ બહાર નિકળતા રાકેશ એ જણાવેલ કે તારા ઘરે મહેન્દ્રભાઇ મનુભાઇ વસાવાને કેમ બોલાવે છે ? તેમ કહી ગમેતેમ ગાળો બોલી રાકેશનું ઉપરાણુ લઈ તેના ભાઇ સુમનભાઇ રમણભાઇ વસાવા દોડી આવી સોમાભાઇના મોઢા ઉપર થપ્પડ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા આમલેથા પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:14 pm IST)