Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાજ્યના 65 લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો માટે 650 કરોડનું પેકેજ જાહેર

મુખ્યમંત્રી રૂપાણી અને ડે ,સીએમ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કોર કમિટીની બેઠકમાં જાહેરાત

 

અમદાવાદ : મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં રાજ્યના 65 લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદરો બાંધકામ શ્રમિકો માટે આર્થિક સહાયનું  રૂપિયા 650 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે

વિજય ભાઈ રૂપાણીએ અંગેની જાહેરાત કરતા કહ્યું કે આજથી રાજ્યના ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો બાંધકામ શ્રમિકો એવા 65 લાખ પરિવારોને વિના મૂલ્યે અનાજનું  વિતરણ શરૂ થયું છે. આજે એક દિવસમાં અંદાજે 10 લાખથી વધુ લોકોને અનાજ મળી પણ ગયું છે
આવા લોકો પ્રત્યે સંવેદના દર્શાવતા રાજ્ય સરકારે કોરોનાની સ્થિતીમાં આર્થિક સહાય રૂપ થવા આવા 65 લાખ પરિવારોને 1 હજાર  રૂપિયા રોકડ સહાય તેમના ખાતામાં સરકાર આપશે તેવો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે
વિજય ભાઈ રૂપાણી જણાવ્યું કે આજની સ્થિતીમાં આવા પરિવારોને આના કારણે આર્થિક સહાયના પૈસા મળશે
બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિહ જાડેજા મુખ્ય સચિવ અનિલ મુકીમ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ અગ્ર સચિવ મનોજ કુમાર દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા

(11:58 pm IST)