Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મુખ્યમંત્રીનો સંવેદનશીલ નિર્ણંય : રાજ્યની રજીસ્ટર્ડ ગૌશાળા -પાંજરાપોળના ચાર લાખ પશુઓ માટે રાજ્ય સરકાર પશુદીઠ દૈનિક 25 રૂપિયાની સહાય કરશે

રાજ્ય સરકાર રૂપિયા 30 થી 35 કરોડ નો અંદાજિત વધારા નો બોજ વહન કરશે

 

અમદાવાદ :મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ મૂંગા અબોલ પશુઓ પ્રત્યે અનોખી સંવેદના વ્યક્ત કરતા પ્રવર્તમાન સ્થિતીમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

રાજ્યમાં આવેલી રજિસ્ટર્ડ ગૌ શાળાઓ અને પાંજરાપોળના પશુઓને હાલની પરિસ્થિતિમાં પૂરતો ઘાસચારો મળી રહે અને આવા પાંજરાપોળ ગૌ શાળા સંચાલકો આર્થિક સંકડામણના અનુભવે તેવા ઉદ્દાત અભિગમ સાથે નિણર્ય તેમણે કર્યો છે.

 વિજય ભાઈ રૂપાણીએ નિણર્યની જાહેરાત કરતા કહ્યું કે રાજ્ય ની રજિસ્ટર્ડ ગૌ શાળા પાંજરાપોળના આશરે 4 લાખ જેટલા પશુઓ માટે એપ્રિલ મહિના પૂરતું  પશુ દીઠ રોજના એટલેકે  દૈનિક 25 રૂપિયા  સહાય રાજ્ય સરકાર આપશે

 તેમણે કહ્યું કે મૂંગા  અબોલ પશુ જીવોની પડખે હાલની સ્થિતિમાં સંવેદનશીલ સરકાર ઊભી રહી છે
સહાય આપવાને કારણે રાજ્ય સરકાર રૂપિયા 30 થી 35 કરોડનો અંદાજિત વધારાનો બોજ વહન કરશે તેમ તેમણે જણાવ્યું છે

(11:17 pm IST)