Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

નર્મદામાં દિલ્હી થી કેટલાક લોકો આવ્યાની વાતે ભારે કુતુહલ: જોકે આ વાતને નકારતા એપેડમિક અધિકારી

દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલિગી જમાતના આંતરરાષ્ટ્રીય મુખ્યાલયમાંથી કેટલાક લોકો બહાર આવ્યાની વાત બાદ નર્મદા જિલ્લામાં ભારે કુતુહલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાઉ જોવા મળી રહ્યો છે કોઈપણ વ્યક્તિ બહાર જાય તો તેને આવ્યા બાદ કોરોન્ટાઇન પર રખાય છે તેવામાં ઘણા જિલ્લાઓમાં અફવા જોર પકડતા લોકોમાં આવી બાબતે ભારે કુતુહલ જોવા મળે છે ત્યારે આવી જ એક બાબતની અમે જવાબદાર અધિકારી પાસે પૃસ્ટતા કરતા આ બાબત ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં હાલ આ ચર્ચાએ જોર પકડ્યું હતું જેમાં દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલિગી જમાતના આંતરરાષ્ટ્રીય મુખ્યાલયમાંથી કેટલાક લોકો બહાર આવ્યાની વાત બહાર આવ્યા બાદ આમાંથી કેટલાક લોકો નર્મદા જિલ્લામાં પણ આવ્યા હોવાની વાત ફેલાતા લોકોમાં આ બાબત જાણવા ભારે કુતુહલ જાગ્યું હતું અને મીડિયા,આરોગ્ય કર્મીઓના ફોન પર આ બાબતે પૂછપરછ શરૂ થઈ હતી.જોકે અમે આ બાબત સાચી કે ખોટી એ બાબતે ખરાઈ માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. કશ્યપ નો સંપર્ક કરતા તેમને સ્પષ્ટ જણાવ્યું કે એમાંથી કોઈ વ્યક્તિ કોરોન્ટાઇન માં આવ્યા નથી પરંતુ ગત તારીખ ૧૭ માર્ચે દિલ્હી થી પસાર થયેલા ૪ વ્યક્તિઓ હાલ કોરોન્ટાઇલ પર છે જે અન્ય પ્રવાસે ગયા હતા.માટે આ ચર્ચા એકદમ ખોટી હોવાની વાત કહી હતી.
 લોકોએ ખોટી અફવા થી ગભરાવું નહિ,અફવા ફેલાવવી પણ ગુનો છે જેમાં સજા પણ થઈ શકે છે માટે અફવાથી દુર રહી તેની ખાતરી કરવી જરૂરી છે.નર્મદા જિલ્લા માં અત્યાર સુધી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ પણ નથી માટે કોઈએ ગભરાવું નહિ અને લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહેવું જરૂરી છે.

(10:26 pm IST)