Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોના સામે લડત : લોકોને સ્વસ્થ રાખવા માટે કેદીઓ મેદાને: જેલના માસ્કની માંગમાં વધારો

સાબરમતી જેલમાં રોજના એક હજાર માસ્ક બનાવી 10 રૂપિયામાં વિતરણ

અમદાવાદ : વિશ્વમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ભારતમાં માસ્કની માંગ વધી છે તેવામાં માસ્કની તંગીનો લાભ ઉઠાવી ઘણા લોકોને બેફામ ભાવ વસૂલી રહ્યાં છે આ સ્થિતિ વચ્ચે જેલ વિભાગ દ્વારા કેદીઓ પાસે માસ્ક બનવાનું શરૂ કર્યું છે. સાબરમતી જેલમાં રોજના ૧૦૦૦ જેટલા માસ્ક બનાવાઈ રહ્યાં છે અને 10 રૂપિયા પ્રતિ નંગ વિતરણ કરાઈ રહ્યું છે સમગ્ર રાજ્ય માંથી વિવિધ એજન્સી દ્વારા આ માસ્કના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી માં લગભગ 18 હજાર જેટલા માસ્કના ઓર્ડર આવ્યા છે.
આમ અલગ અલગ એજન્સી ઓ દ્વારા કર્મચારી ઓ માટે માસ્ક ખરીદવામાં આવી રહ્યા છે..ના માત્ર સાબરમતી મધ્યસ્થ જેલ પરંતુ બરોડા અને રાજકોટ જેલમાં પણ આ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે જેલમાં બનાવેલ માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકોને સહેલાઈથી અને સસ્તામાં માસ મળી રહે તે માટે જ્યાં પણ જેલની પ્રોડક્ટનું વેચાણ થતું હોય ત્યાંથી માસ્ક નું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે.
માત્ર દસ રૂપિયામાં એક માસ્ક નું વેચાણ થઈ રહ્યું છે. જેલ વિભાગ માં હજી પણ કેદીઓ દ્વારા માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. એટલે કે જેલ વિભાગ દ્વારા જેલમાં રહેલા કેદીઓના સ્વાસ્થ્યની સાથે સાથે લોકોના પણ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હાલમાં જે રીતે માસ બનાવતી કંપનીઓ કાળા બજાર કરી રહી છે તેવા સંજોગોમાં લોકોને સહેલાઇથી અને સસ્તામાં મળી રહે તે હેતુ જેલ વિભાગ નો છે

(10:19 pm IST)