Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમદાવાદ મહાનગર પાલિકાનો મહત્વનો નિર્ણંય : કોરોના પોઝિટિવ કેસના દર્દીના નામ જાહેર કર્યા

શહેરમાં વધતા કેસને પગલે લેવાયો નિર્ણંય : બાપુનગર, દરિયાપુર, જમાલપુર , દાણીલમડા અને કાલુપુર વિસ્તારમાં સૌથી વધુ કેસ

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ રાજ્યમાં સૌથી વધુ છે શહેરમાં વધતા કોરોના કેસને પગલે અમદાવાદ મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણ્ય લઈને કોરોના પોઝિટિવ લોકોના નામ જાહેર કર્યા છે અમદાવાદમાં ચોવીસ કલાકમાં 8 કેસ નોંધાયો છે . જેના પગલે એએમસી અને રાજ્ય સરકાર સતર્ક બન્યું છે અને એએમસીએ કોરોના પોઝિટિવ દર્દીના નામ જાહેર કર્યા છે.

  મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ યાદી જાહેર કરતા જણાવ્યું છે કે શહેરમાં તાજેતરમાં પરિસ્થિતિના પગલે અમદાવાદ મહાનગર વિસ્તારમાં પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિની વિગતો મેળવવાનાં પડતી મુશ્કેલી તેમજ જન સામાન્ય આરોગ્યને ધ્યાનમાં રાખી આ પ્રકારના પોઝિટિલ જણાય આવેલ વ્યક્તિના નામ જાહેર કરવાનો નિર્ણય એએમસી દ્વારા લેવામાં આવ્યો છે. જેથી કરીને કોવિડ-19 પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલ વ્યક્તિ પોતાની રીતે હોમ ક્વોરેન્ટાઇન કરી શકે અને મહાનગરપાલિકાને સ્વૈચ્છિક જાણકારી આપી શકે

વધુમા કમિશનરે જણાવ્યું હતું કે આ રીતે જાહેર થયેલ નામ સાથે કોઇ પણ વ્યક્તિ ભેદભાવપૂર્વક વર્તન કરશે. તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અમદાવાદ શહેરમાં 1 એપ્રિલ સાંજના 7 વાગ્યા સુધીમાં 31 કેસ નોધાયા છે . જે અંતર્ગત છેલ્લા ચોવીસ કલાકમાં 8 કેસ નોધાયો છે. 31 કેસ પૈકી 15 વિદેશી, 6 આંતરરાજ્ય અને 10 સ્થાનિક કેસ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાત ૩ લોકોના મોત અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના પગલે થયા છે

એક તરફ સરકારની ગાઇડલાઇન છે કે કોરોના વાયરસ દર્દીઓના નામ જાહેર ન કરવા પરંતુ અમદાવાદ વિસ્તારમાં એક પછી એક કેસમાં વધારો થતા એએમસીને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. શહેરમાં બાપુનગર, દરિયાપુર, જમાલપુર , દાણીલમડા અને કાલુપુર વિસ્તારમાં સૌથી વધુ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.

(9:50 pm IST)